Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Who is the 'Blue Saree Lady' who went viral on social media overnight? Find out

રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'Blue Saree Lady' આખરે કોણ છે? જાણો

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'Blue Saree Lady' આખરે કોણ છે? જાણો
સોર્સ : GSTV

Viral Woman In Blue Saree: સોશિયલ મીડિયા પર બ્લૂ સાડી પરિધાન કરેલી મહિલાનો ફોટો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા સોફા પર બેઠેલી નજરે પડી રહી છે. સ્મિત કરતી આ મહિલાની ઈમેજ જોઈ અચાનક આખું ઈન્ટરનેટ જગત એવું પૂછી રહ્યું છે કે આ કોણ છે? આ ફોટાએ સોશિયલ મીડિયા પર વાવાઝોડું મચાવ્યું છે. લોકો હવે ગૂગલ પર એક જ સવાલ સર્ચ કરી રહ્યા છે. 'Blue Saree Lady કોણ છે?

App Store

શરૂઆતના ગાળામાં સોશિયલ મીડિયા એક્સ પોસ્ટથી આ ઈમેજ શેર કરતા લખવામાં આવ્યું કે, આ ફોટો શા માટે ટ્રેંડ કરી રહ્યો છે અને કોણ છે. બસ પછી શું થોડાક કલાકોમાં 3.5 લાખથી વધુ વ્યૂઝ અને 1500થી વધુ લાઈક્સ મળી ગયા. જ્યારે ઈન્સ્ટા અને રેડિટ પર આ ચહેરો છવાયેલો રહ્યો. કોમેન્ટસમાં કહેવા લાગ્યા કે આ અભિનેત્રી છે કે મોડલ?

મળો અભિનેત્રી ગિરિજા ઓક ગોડબોલેને
યૂઝર્સની શોધખોળ પછી છેલ્લે રહસ્ય ખુલ્લું થયું. વાયરલ ફોટામાં જોવા મળતી મહિલા કોઈ બીજી નહિ પરંતુ મરાઠી અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી ગિરિજા ઓક ગોડબોલે છે. ગિરિજાને તમે તારે જમીન પર અને શોર ઈન ધ સિટી જેવી ફિલ્મોમાં જોઈ હતી. મળતી માહિતી અનુસાર, અભિનેત્રી ગિરિજા ઓકનો જન્મ 17 ડિસેમ્બર 1987 નાગપુરમાં થયો હતો. તેણીએ વર્ષ 2011માં સુહરુદ ગોડબોલે સાથે લગ્ન કર્યા હતા. તે મુખ્ય રીત મરાઠી ટીવી શોઝ, હિન્જી વેબ સિરીઝ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

રસપ્રદ વાત એ છે કે ગિરિજાનો આ ટ્રેંડ કોઈ ફિલ્મ અથવા ફોટોશૂટથી નહિ પરંતુ એક મસ્ત ભૂલને લીધે શરૂ થયો. સોશિયલ મીડિયા એક્સ પર એક એકાઉન્ટે આ પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું કે, 'Her physics lecturer said BABES instead of WAVES.' બસ પછી તો લોકો ગિરિજાનો ફોટો ટ્રેંડમાં આવી ગયો. થોડા કલાકોમાં આ મીમ બની ગયું અને દરેક જગ્યાએ શેર થવા લાગ્યું. આખરે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપવા આવવું પડયું.