મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: Delhi car blast બાદ પોલીસ સતર્ક, ભાડૂઆત અને કારીગરોના દસ્તાવેજો નહીં જમા કરાવનાર માલિકો વિરુદ્ધ કરી કાર્યવાહી

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ કમિશન

Surat: Delhi car blast બાદ પોલીસ સતર્ક, ભાડૂઆત અને કારીગરોના દસ્તાવેજો નહીં જમા કરાવનાર માલિકો વિરુદ્ધ કરી કાર્યવાહી

દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરની સૂચનાના આધારે, સુરત પોલીસે શહેરમાં મકાન અને કારખાનાના માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ડોક્યુમેન્ટ્સ નહીં જમા કરાવનાર માલિકો નિશાના પર

પોલીસે ખાસ કરીને એવા મકાનમાલિકો અને કારખાના માલિકો સામે કાર્યવાહી કરી છે, જેમણે પોતાના ભાડૂઆત કે કારખાનામાં કામ કરતા કારીગરોના ડોક્યુમેન્ટ્સ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નથી. આ નિયમનું પાલન ન થવાથી સુરક્ષા જોખમાઈ શકે છે.

વિસ્તારવાર કાર્યવાહી

કાપોદ્રા પોલીસ સ્ટેશન: કાપોદ્રા પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ 21 જેટલા માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

વરાછા પોલીસ સ્ટેશન: વરાછા પોલીસે પણ આ દિશામાં સક્રિય કામગીરી કરીને 25 થી વધુ કારખાના માલિકો અને મકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત પોલીસ શહેરમાં રહેતા દરેક વ્યક્તિના ઓળખપત્ર પર ભાર મૂકી રહી છે, જેથી કરીને કોઈ પણ ગુનાહિત કે શંકાસ્પદ તત્વો સરળતાથી આશરો ન મેળવી શકે.

આ સમાચાર શેર કરો