મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: મહાનગરપાલિકા તંત્રનું આરોગ્ય વિભાગ મોડે મોડે હરકતમાં આવ્યું, સુરભી ડેરીના આઉટલેટ કર્યા સીલ

સુરત શહેરમાંથી નકલી પનીર ઝડપાવાના ગંભીર મામલામાં આરોગ્ય વિભાગ મોડે મોડે હરકતમાં

સુરત શહેરમાંથી નકલી પનીર ઝડપાવાના ગંભીર મામલામાં આરોગ્ય વિભાગ મોડે મોડે હરકતમાં આવ્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટને સીલ કર્યા છે. નોંધનીય છે કે, સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યા હતા. સુરત એસોજી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીને સેમ્પલ લીધા છે. ગતરોજ સુરતની સુરભી ડેરીની ત્રણ આઉટલેટ દુકાનોમાંથી પણ સેમ્પલ  લીધા હતા.  જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીની ત્રણેય દુકાનોને સીલ કરી છે. 

આ સમાચાર શેર કરો