મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha: મગફળીની ખરીદી અંગે ખેડૂતોમાં રોષ, સ્થાનિક AAP નેતાએ સરકારની ઝાટકણી કાઢી

ગુજરાતમાં સરકારે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે, ત્યારે બનાસકાંઠામાં મગફળીની ખર

Banaskantha: મગફળીની ખરીદી અંગે ખેડૂતોમાં રોષ, સ્થાનિક AAP નેતાએ સરકારની ઝાટકણી કાઢી

ગુજરાતમાં સરકારે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે, ત્યારે બનાસકાંઠામાં મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોમાં રોષ છે. આ વખતે મગફળીની ખરીદી 125 મણ સુધી જ સરકાર કરશે, જ્યારે ગત વર્ષે 200 મણ સુધી ખરીદી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સ્થાનિક AAP નેતા વિજયભાઈએ સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લોલીપોપ આપવામાં માટે આ સરકાર ટેવાયેલી છે. તેમજ મોડી ખરીદીથી ખેડૂતોમાં પણ ભારે અસંતોષ છે. ખેડૂતોના હિત માટે જિલ્લામાં AAPની મહાપંચાયત આવનાર સમયમાં યોજાશે. 

આ સમાચાર શેર કરો