મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની SVNIT કોલેજ ફરી વિવાદમાં, એન્ટરટેઈનમેન્ટના નામે જોખમી કાર-બાઈક સ્ટંટ

સુરતની જાણીતી ટેક્નિકલ સંસ્થા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ફરી એક વ

સુરતની જાણીતી ટેક્નિકલ સંસ્થા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) ફરી એક વખત વિવાદમાં ઘેરાઈ છે. રવિવારે SVNITના કેમ્પસમાં મોડીરાત સુધી કાર અને બાઈકના જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્ટંટ દરમિયાન કેટલાક પ્રોફેસરો પણ હાજર હોવાનું સામે આવ્યું છે. જો કે, SVNIT તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી.

કેમ્પસના નિયમો તૂટ્યાં

માહિતી મુજબ, કેમ્પસમાં "કાર-શો" માટે મંજૂરી લેવામાં આવી હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન કાર અને બાઈક દ્વારા જોખમી ડ્રિફ્ટિંગ અને સ્ટંટ બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં ઉચ્ચ અવાજે સાઇલેન્સરો, રબર બર્નિંગ અને હાઈ-સ્પીડ ડ્રાઇવિંગ જોવા મળી રહી છે. સ્ટન્ટ એવા જોખમી હતા કે થોડી પણ ગફલત થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી.વિદ્યાર્થીઓના કહેવા મુજબ, આ કાર્યક્રમ કોલેજના નોડલ ઓફિસરોની જાણકારી અને કેટલીક મંજૂરીઓ સાથે યોજાયો હતો. પરંતુ જે રીતે આ ઇવેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે, તે સંસ્થાની ગૌરવશાળી ઈમેજ પર ડાઘ લાવે તેમ છે. કોલેજના નિયમો મુજબ કેમ્પસમાં કોઈપણ પ્રકારનું જોખમી ડ્રાઈવિંગ કરવાની સખત રીતે મનાઈ છે.

તપાસ હાથ ધરાઈ

આ સમગ્ર મામલે હવે સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ શરૂ કરી ચુક્યા છે. સંભવિત પગલાંરૂપે જવાબદાર વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટના શિસ્તભંગ અને અન્ય વિદ્યાર્થીઓ માટે ખતરો ઊભો કરે છે. હાઈ-એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ્સની મર્યાદા જાળવવી દરેક વિદ્યાર્થીઓની જવાબદારી છે.

ઉભા થતા પ્રશ્નો

કેમ્પસમાં આવી ઇવેન્ટ માટે ચોક્કસ મર્યાદાઓ નક્કી કેમ નહોતી?
જોખમી સ્ટંટની પરવાનગી કોણે આપી?
અને સૌથી મહત્વનું, પ્રોફેસરો એ આવું થતું જોઈને પણ રોકાણ કેમ ન કર્યું?

આ સમાચાર શેર કરો