મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 20 વર્ષના યુવકની હત્યાના કેસમાં સુરેન્દ્રનગર કોર્ટે 3 આરોપીઓને ફટકારી 10 વર્ષની આકરી સજા

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે વર્ષ 2020માં એક 20 વર્ષના યુવકની હત્યાના કેસમાં&

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે વર્ષ 2020માં એક 20 વર્ષના યુવકની હત્યાના કેસમાં  3 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. 

વર્ષ 2020માં સુરેન્દ્રનગર શહેરના બહુચર હોટલ નજીક ગેરકાયદેસર પ્લોટ પર કબજો કર્યા બાદ બોલાચાલી થઇ હતી. જેમાં 20 વર્ષના યુવક કિશન વિરમગામીની મનહરસિંહ ઝાલા, વિજય ડાભી અને ઈકબાલ જેડાએ હત્યા કરી નાખી હતી. 

હત્યાના આ કેસમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે 121 પુરાવા અને 31 સાહેદોના નિવેદન આધારે ત્રણ હત્યારાઓ મનહરસિંહ ઝાલા, વિજય ડાભી અને ઈકબાલ જેડાને 10 વર્ષની જેલની સજા ફટકારી છે, સાથે ત્રણેય આરોપીઓને રૂ.20,000નો દંડ પણ ફટકાર્યો છે.

આ સમાચાર શેર કરો