મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રવિવાર બન્યો ગોઝારો: હજીરામાં બોટ રેસિંગમાં મોટી હોનારત ટળી, જુઓ પલટી ગયેલી બોટનો VIDEO

VIDEO: ગુજરાતની હીરાનગરી સુર

તસવીર: GSTV

VIDEO: ગુજરાતનીહીરાનગરી સુરત માટે આજનો રવિવાર ભારે ગોઝારો સાબિત થયો છે. શહેરમાં આયોજિત બોટ રેસિંગ દરમિયાન હજીરાના દરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેસિંગના જોશ વચ્ચે એક બોટ અચાનક પલટી જતાં તેમાં સવાર લોકોનાં જીવ જોખમમાં મૂકાયા હતા.

રેસિંગ દરમિયાન શું બન્યું?

સુરત શહેરના હજીરા વિસ્તારમાં આજે 10 બોટ વચ્ચે રેસિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આ તમામ બોટ પાણીમાં પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી ત્યારે એકાએક બોટનું અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. આ બોટમાં કુલ 8 લોકો સવાર હતા.

તમામ લોકો સુરક્ષિત

બોટ પલટી જતાં જ તેમાં સવાર તમામ 8 લોકો પાણીમાં ફેંકાયા હતા. જોકે, આ લોકોએ હિંમત હાર્યા વગર પાણીમાં તરવાનું શરૂ કર્યું હતું. ઘટના સ્થળે હાજર અન્ય લોકો અને બચાવ ટુકડીએ તાત્કાલિક મદદ પહોંચાડતા મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતને કારણે દરિયાકાંઠે હાજર લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

હાલમાં આ દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે કોઈના પણ જીવને નુકસાન થયું નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

આ સમાચાર શેર કરો