મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO: શેરમાર્કેટમાં તેજીનો માહોલ! Sensexમાં 1900, તો Niftyમાં 550 પોઈન્ટનો બમ્પર ઉછાળો

BSE સેન્સેક્સના તમામ સ્ટોક્સ અત્યારે લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સમા

BSE સેન્સેક્સના તમામ સ્ટોક્સ અત્યારે લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સમાં અત્યારે 1907 પોઈન્ટનો બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 73,854 ના સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ, NSE નિફ્ટી 581 પોઈન્ટની ઉડાન સાથે 22,912ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. NSE પર 2,693 શેર વધારા સાથે અને માત્ર 96 શેર ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. તેજીના આ તોફાન વચ્ચે 123 શેરોમાં અપર સર્કિટ લાગી છે.

સેન્સેક્સના તમામ શેરોમાં તેજી છે. મુખ્ય શેરોની વાત કરીએ તો:

ટ્રિન્ટ: 6.66%નો ઉછાળો

BEL: 5.19%નો ઉછાળો

બજાજ ફાઇનાન્સ: 4.82%નો ઉછાળો

અદાણી પોર્ટ્સ: 4.45%નો ઉછાળો

ઈન્ડિગો: 4.27%નો ઉછાળો

અત્યારે સેન્સેક્સ 1,855 પોઈન્ટ વધીને 73,801 પર પહોંચ્યો છે.

મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે આજે ભારતીય શેરબજારની તોફાની શરૂઆત થઈ છે. BSE સેન્સેક્સ 1,814 પોઈન્ટના ઉછાળા સાથે 73,762 પર ખૂલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 567 પોઈન્ટ વધીને 22,899ના સ્તરે ખૂલવામાં સફળ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં તેજી બાદ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ખૂલવાની ધારણા હતી. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) બુધવારે સવારના સત્ર દરમિયાન 450 પોઈન્ટથી વધુ ઉપર હતો, જે નવા નાણાકીય વર્ષની શાનદાર શરૂઆતના સંકેત આપી રહ્યો હતો.

કેવા છે વૈશ્વિક સંકેતો?

એશિયાઈ બજાર:

એશિયાઈ બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિકકી 225 4.04% અને ટોપિક્સ 3.79% ઉપર છે. જ્યારે કોસ્પી (Kospi)માં 6.68%નો મોટો ઉછાળો નોંધાયો છે.

વોલ સ્ટ્રીટ (અમેરિકન બજાર):

મંગળવારે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા હતા:

ડાઉ જોન્સ: 2.49% વધીને 46,341 પર બંધ.

S&P 500: 2.91% વધીને 6,528 પર બંધ.

નેસ્ડેક: 3.83% ના ઉછાળા સાથે 21,590 પર બંધ.

સોનું અને ક્રૂડ ઓઈલ:

કોમેક્સ (Comex) પર સોનાનો ભાવ 1.25% વધીને 4,737 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. ચાંદીની કિંમત પણ 0.42% વધીને 75.23 ડોલર થઈ છે. બીજી તરફ, WTI ક્રૂડ ઓઈલ 1.50% વધીને 103 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ 106 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો