શેરમાર્કેટમાં ઉછાળા બાદ એકાએક ઘટાડો, જાણો આજના ટોપ ગેઇનર્સ શેર

છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલ- ઈરાન વચ્ચે તણાવ, ક્રુડ ઓઇલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારો એટલે કે એફપીઆઇનું ચીનના બજાર તરફ વળવાના વલણને બજારમાં ઘટાડો થવાનું કારણ માનવામાં આવતું હતું. પરંતુ આજે ઓફશોર પર લિસ્ટેડ ચાઈનીઝ શેર્સમાં ચાર વર્ષથી વધુ સમયનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સ 168 પોઇન્ટ ઘટ્યો
બુધવારે બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 168 પોઇન્ટ ઘટીને 81467 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 31 પોઇન્ટના ગગડીને 24,981 પોઈન્ટે બંધ રહ્યો હતો.
આજના ટોપ ગેઇનર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે ટાટા મોટર્સનો શેર 2.11% વધીને 939.15 ના સ્તરે બંધ થયો, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર 2.05% ના ઉછાળા સાથે 797.40 ના સ્તર પર બંધ થયો. આ પછી, મારુતિ સુઝુકી ઈન્ડિયાનો શેર 1.83% ના વધારા સાથે 12,761 ના સ્તરે બંધ થયો, જ્યારે ટેક મહિન્દ્રાએ પણ 1.83% નો વધારો નોંધાવ્યો અને 1,659ના સ્તરે બંધ થયો.
આજના ટોપ લૂઝર્સ
શેરબજારના આજના કામકાજમાં સૌથી વધારે નુકસાન આઇટીસી કંપનીના શેરોને થયું હતું. તેનો શેર 3.20% ઘટીને રૂ. 491.70 પર બંધ થયો, જ્યારે નેસ્લે ઇન્ડિયા 2.55% ઘટીને રૂ. 2,516 પર બંધ થયો. આ પછી, HUL શેર 1.77% ઘટીને 2,769 ના સ્તરે બંધ થયો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.63% ઘટીને 2,749 ના સ્તરે બંધ થયો. તે જ સમયે, ઇન્ડસઇન્ડ બેન્ક 1.33% ઘટીને રૂ. 1,342 પર બંધ રહ્યો હતો, જ્યારે એલ એન્ડ ટીનો શેર 1.29% ઘટીને રૂ. 3,487 પર બંધ થયો હતો.

