VIDEO / સાઉથ આફ્રિકન ક્રિકેટરે બિગ બેશ લીગમાં રચ્યો ઈતિહાસ, કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં વિમેન્સ બિગ બેશ લીગ રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની 21મી મેચમાં હોબાર્ટ હેરિ

આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં વિમેન્સ બિગ બેશ લીગ રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની 21મી મેચમાં હોબાર્ટ હેરિકેન્સ વિમેન્સ તરફથી રમતી સાઉથ આફ્રિકાની બેટ્સમેન લિઝેલ લીએ સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. લિઝેલ લીએ પર્થ સ્કોર્ચર્સ વિમેન્સ સામે રમાયેલી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો: VIDEO / મેચ દરમિયાન સૂર્યકુમારને આવ્યો ગુસ્સો, સેમસન માટે સાઉથ આફ્રિકાના ખેલાડી સાથે કર્યો ઝઘડો
લિઝેલ લીએ 75 બોલમાં 12 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 150* રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. રસપ્રદ વાત એ હતી કે લિઝલે ઓપનિંગ કરી હતી અને અંત સુધી અણનમ રહી હતી.
તમને જણાવી દઈએ કે આ પહેલા મહિલા બિગ બેશ લીગમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર 136 રન હતો, જે ગત સિઝન (2023) માં બ્રિસ્બેન હીટની ગ્રેસ હેરિસે બનાવ્યો હતો.
લિઝલ લીની ઈનિંગ્સે હોબાર્ટ હેરિકેન્સને જીત અપાવી
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં પર્થ સ્કોર્ચર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હોબાર્ટ હેરિકેન્સે લિઝેલ લીની શાનદાર ઈનીંગની મદદથી 20 ઓવરમાં 203/3 રન બનાવ્યા હતા
72 રનથી હારી પર્થ સ્કોર્ચર્સની ટીમ
ત્યારબાદ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પર્થ સ્કોર્ચર્સની ટીમ 19.3 ઓવરમાં માત્ર 131 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પર્થ સ્કોર્ચર્સની ટીમ 72 રનથી મેચ હારી ગઈ હતી. ક્લો એન્સવર્થે ટીમ માટે સૌથી મોટી ઈનિંગ રમી, તેણે 27 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. આ સિવાય ટીમની લગભગ તમામ અન્ય બેટ્સમેન ફ્લોપ રહી હતી. આ સમયગાળા દરમિયાન હિથર ગ્રેહામે હોબાર્ટ હેરિકેન્સ માટે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
લિઝલ લીએ શું કહ્યું?
પોતાની રેકોર્ડબ્રેક ઈનિંગ્સ પછી લિઝેલ લીએ કહ્યું, "મારે ટીમના દરેક વ્યક્તિને શ્રેય આપવો પડશે જેમણે મારામાં વિશ્વાસ રાખ્યો. જ્યારે હું મારી જાત પર શંકા કરી રહી હતી અને રડતી હતી, ત્યારે તે દરેક લોકો મારી સાથે હતા."








