મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / મેચ દરમિયાન સૂર્યકુમારને આવ્યો ગુસ્સો, સેમસન માટે સાઉથ આફ્રિકાના ખેલાડી સાથે કર્યો ઝઘડો

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યા

VIDEO / મેચ દરમિયાન સૂર્યકુમારને આવ્યો ગુસ્સો, સેમસન માટે સાઉથ આફ્રિકાના ખેલાડી સાથે કર્યો ઝઘડો

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકાના બોલર માર્કો જેન્સન સાથે બાખડ્યો હતો. આ ઘટના 15મી ઓવરમાં બની હતી, જ્યારે સંજુ સેમસને પિચ પર જઈને કેચ કર્યો હતો. જેના કારણે સ્ટ્રાઈકર એન્ડ પર આવેલો માર્કો જેન્સન ગુસ્સે થઈ ગયો અને તેણે સેમસનને કંઈક કહ્યું હતું. સેમસને તરત જ તેના કેપ્ટનને આ અંગે ફરિયાદ કરી. આ પછી સૂર્યકુમારની જેન્સન સાથે બોલાચાલી થતા અમ્પાયરે બંને ખેલાડીઓને અલગ કરવા પડ્યા હતા. 

આ પણ વાંચો: IND vs SA / ભારતે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં કોઈ ટીમે નથી કર્યું આવું કારનામું

સેમસનના સપોર્ટમાં આવ્યો સૂર્યકુમાર 

રવિ બિશ્નોઈએ ઓફની બહાર ફુલ બોલ ફેંક્યો, જેના પર ગેરાલ્ડ કોએત્ઝીએ લોંગ-ઓફ તરફ જોરદાર શોટ માર્યો. જ્યારે ફિલ્ડરે બોલને વિકેટકીપર સેમસન તરફ ફેંક્યો ત્યારે તેણે તેને પિચ પર કલેક્ટ કર્યો. માર્કો જેન્સનને આ પસંદ ન આવ્યું અને તેણે સેમસનને કંઈક કહ્યું, જેથી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર તરત જ પોતાના સાથી ખેલાડીને સપોર્ટ કરવા આવ્યો હતો.

સૂર્યકુમારની માર્કો જેન્સન સાથે થઈ બોલાચાલી 

સૂર્યકુમાર માર્કો જેન્સન અને ગેરાલ્ડ કોએત્ઝી બંને સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમાર ગુસ્સામાં દેખાતો હતો. સૂર્યકુમાર સાથેની ઘટના બાદ માર્કો જેન્સન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને વહેલો આઉટ થઈ ગયો હતો. તેણે 8 બોલમાં 12 રનની ઈનિંગ રમી હતી અને રવિ બિશ્નોઈના બોલ પર આઉટ થયો હતો.

ભારતે 202 રન બનાવ્યા હતા

મેચની વાત કરીએ તો ભારતે ચાર મેચની સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. ડરબનના કિંગ્સમીડમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી ન હતી રહી અને ઓપનર અભિષેક શર્માની વિકેટ વહેલી પડી ગઈ હતી. 

જો કે, સંજુ સેમસનની 107 રનની શાનદાર ઈનિંગના આધારે ટીમે પહેલા રમતા 202 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટનના આઉટ થયા બાદ તિલક વર્માએ સેમસનને સારો સાથ આપ્યો અને 77 રનની પાર્ટનરશિપ કરી હતી. આ મેચમાં સેમસને T20 ઈન્ટરનેશનલમાં સતત બીજી સદી ફટકારી હતી.

આ સમાચાર શેર કરો