IND vs SA / ભારતે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં કોઈ ટીમે નથી કર્યું આવું કારનામું
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે, જેમાં તે 4 T20 મેચની સિરીઝ રમશે. ગઈકાલે આ સિરીઝની પ્રથમ મેચમાં

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે, જેમાં તે 4 T20 મેચની સિરીઝ રમશે. ગઈકાલે આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. ભારતે સાઉથ આફ્રિકાને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 141 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પર્થમાં ઈનિંગમાં સંજુ સેમ્સને સદી ફટકારી હતી, તો બીજી ઈનિંગમાં વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. સંજુએ સદી ફટકારતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક રેકોર્ડ બનાવી લીધો છે.
આ પણ વાંચો: BCCIએ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે યોજી 6 કલાક લાંબી બેઠક, આ પ્રશ્નોની થઈ ચર્ચા
ભારતીય ટીમના ખેલાડીઓએ T20I ક્રિકેટમાં 20 સદી ફટકારી છે
સંજુ સેમસને તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીની આ બીજી સદી ફટકારી છે. T20I ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી આ 20મી સદી છે. ભારત પહેલા T20I ક્રિકેટમાં કોઈપણ ટીમે 20 સદી ફટકારી ન હતી. ભારતીય ટીમ એવી પ્રથમ ટીમ છે જેના ખેલાડીઓએ T20Iમાં 20 સદી ફટકારી હોય. ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ T20I ક્રિકેટમાં કુલ 12 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ T20I ક્રિકેટમાં 11 સદી ફટકારી છે અને તે ત્રીજા સ્થાન પર છે.
T20Iમાં સૌથી વધુ સદી ફટકારનારી ટીમો
- ભારત - 20 સદી
- ન્યુઝીલેન્ડ - 12 સદી
- ઓસ્ટ્રેલિયા- 11 સદી
- સાઉથ આફ્રિકા - 8 સદી
- ઈંગ્લેન્ડ - 6 સદી
- વેસ્ટ ઈન્ડિઝ- 6 સદી
T20Iમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનો
- રોહિત શર્મા - 5 સદી
- સૂર્યકુમાર યાદવ - 4 સદી
- કેએલ રાહુલ - 2 સદી
- સંજુ સેમસન - 2 સદી
- અભિષેક શર્મા - 1 સદી
- ઋતુરાજ ગાયકવાડ - 1 સદી
- દીપક હુડ્ડા - 1 સદી
- યશસ્વી જયસ્વાલ - 1 સદી
- વિરાટ કોહલી - 1 સદી
- સુરેશ રૈના - 1 સદી
- શુભમન ગિલ - 1 સદી
સંજુ સેમસને સદી ફટકારી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે અભિષેક શર્મા માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસને સારી બેટિંગ કરી હતી. પરંતુ કેપ્ટન સૂર્યા મોટી ઈનિંગ રમી શક્યો નહોતો અને 21 રને પવેલિયન પરત ફર્યો હતો. પરંતુ સંજુએ એક છેડેથી પોતાની જોરદાર બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 50 બોલમાં 107 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. સંજુ સિવાય તિલક વર્માએ 33 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમે 20 ઓવરમાં 202 રન બનાવ્યા હતા.
સાઉથ આફ્રિકાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
આ મેચમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ફ્લોપ સાબિત રહ્યા હતા. કોઈપણ ખેલાડી લાંબા સમય સુધી બેટિંગ કરી શક્યો ન હતો. હેનરિક ક્લાસને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 18 રન, કેપ્ટન એડન મેકક્રમે 8 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 11 રનનું યોગદાન આપ્યું હતું. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે સાઉથ આફ્રિકાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં અનુક્રમે 25 અને 28 રન આપીને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે આવેશ ખાને 2 અને અર્શદીપ સિંહે 1 વિકેટ લીધી હતી.






