મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIએ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે યોજી 6 કલાક લાંબી બેઠક, આ પ્રશ્નોની થઈ ચર્ચા

હર્ષિત રાણાની પસંદગી પર 'ગંભીર પ્રશ્નો' પણ ઉઠાવવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટ

BCCIએ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે યોજી 6 કલાક લાંબી બેઠક, આ પ્રશ્નોની થઈ ચર્ચા
  • હર્ષિત રાણાની પસંદગી પર 'ગંભીર પ્રશ્નો' પણ ઉઠાવવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી

હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની 0-3ની અણધારી હાર બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાર પાછળના કારણોનું વિશ્લેષણ કરવા માટે એક લાંબી મેરેથોન સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો : શું ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? લેવાયો આ નિર્ણય!

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પસંદગીકારોના અધ્યક્ષ અજીત અગરકરે બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની સાથે મુલાકાત કરી હતી, જેમાં મુખ્ય કોચ ગંભીર પણ હાજર હતો. અહેવાલ મુજબ આ બેઠક છ કલાક સુધી ચાલી હતી.

જાણવા મળ્યું છે કે શ્રેણી દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ શૈલી વિશે પણ ચર્ચા થઈ હતી જે તેના પુરોગામી રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે અને ટીમ તેને કેવી રીતે અપનાવી રહી છે. આ મામલાને લગતા બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરતે કહ્યું, 'આ છ કલાકની મેરેથોન મીટિંગ હતી જે આવી હાર બાદ બોલાવવામાં આવી હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે અને BCCI એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે ટીમ પાટા પર પાછી આવે. તેમજ તે જાણવા માંગે છે કે ‘થિંક-ટેન્ક’ (ગંભીર-રોહિત-અગરકર) આ વિશે શું વિચારી રહ્યા છે.

"બુમરાહની ગેરહાજરી અંગે ચર્ચા કરવામાં આવી

જાણવા મળ્યું છે કે BCCIના અધિકારીઓ એ હકીકતથી ખુશ ન હતા કે ફાસ્ટ બોલર અને ટીમના ઉપ-કપ્તાન બુમરાહને ત્રીજી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો અને પુણેની સમાન પિચ પર હાર્યા બાદ ટીમે 'રેન્ક ટર્નર' પસંદ કર્યું હતું. સૂત્રએ કહ્યું, 'બુમરાહની ગેરહાજરી અંગે ચર્ચા થઈ હતી. જોકે આ એક સાવચેતીભર્યું પગલું હતું. ભારત આ પીચો પર સારું પ્રદર્શન ન કરી રહ્યું હોવા છતાં 'રેન્ક ટર્નર' પસંદ કરવું એ કેટલાક મુદ્દા છે જેની ચર્ચા કરવામાં આવી હતી.

ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર સવાલ

હર્ષિત રાણાની પસંદગી પર 'ગંભીર પ્રશ્નો' પણ ઉઠાવવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી, પરંતુ એ સમજી શકાય છે કે ભારતીય ટીમની 'થિંક ટેન્ક'ના કેટલાક લોકો મુખ્ય કોચ સાથે સહમત નથી. T20 નિષ્ણાત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને રણજી ટ્રોફીમાં માત્ર 10 મેચ રમી ચૂકેલા નવા ઝડપી બોલર હર્ષિત રાણાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી નથી. ભારતીય ટીમ 10 અને 11 નવેમ્બરે બે ટુકડીઓમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

આ સમાચાર શેર કરો