VIDEO : બંગાળમાં 'અધિકારી' રાજ, PM મોદી- શાહની હાજરીમાં 'શુભેન્દુ' આવતીકાલે 11 વાગે લેશે મુખ્યમંત્રી પદના શપથ
ભાજપના ઐતિહાસિક વિજય બાદ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળની કમાન સંભાળશે. કે

ભાજપના ઐતિહાસિક વિજય બાદ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળની કમાન સંભાળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પોતાના નેતા તરીકે સુવેન્દુ અધિકારીની પસંદગી કરી હતી.
પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને અટકળોનો અંત આવ્યો છે. કોલકાતામાં મળેલી ભાજપ વિધાયક દળની બેઠકમાં શુભેન્દુ અધિકારીને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં અધિકારીના નામ પર સત્તાવાર મહોર મારવામાં આવી છે.
રવીન્દ્ર જયંતીના પાવન અવસરે શપથવિધિ
શુભેન્દુ અધિકારી આવતીકાલે એટલે કે 9 મેના રોજ સવારે 11 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. નોંધનીય છે કે 9 મેના દિવસે બંગાળમાં 'રવીન્દ્ર જયંતી'ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ શુભ અવસરે જ રાજ્યમાં પ્રથમ વખત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
દિગ્ગજોની ઉપસ્થિતિ અને નવા સમીકરણો
આ ઐતિહાસિક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને પરાજય આપનાર શુભેન્દુ અધિકારીની સાથે બે ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) પણ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ નવા નિર્ણયથી બંગાળમાં આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે.
શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં રચાનારી આ સરકાર બંગાળના વિકાસ અને રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂ કરશે તેવી આશા કાર્યકરોમાં જોવા મળી રહી છે.








