VIDEO:બારડોલીના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવારને બદલે સર્વિસ! જોઈને તમે પણ ધ્રુજી જશો..
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ થયેલા યુવકોને

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ થયેલા યુવકોને માર મરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બારડોલીના નાદિડા ચાર રસ્તા નજીક આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં સંચાલકો દ્વારા વ્યસન મુક્ત થવા આવેલા બે યુવકોને લાકડાના સપાટા મારી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
કર્મચારીઓએ માર માર્યો
બારડોલી તાલુકામાં અનેક વ્યસનમુક્તિ કેન્દ્ર આવેલા છે. નશાના રવાડે ચડેલા લોકો વ્યસનથી મુક્ત થાય તે માટે તેઓના પરિવારજનો લાખો રૂપિયા ખર્ચીને વ્યસન મુક્ત કરાવવા ઘરના વ્યક્તિને મોકલે છે. પરંતુ હાલ એક કથિત વીડિયો બારડોલી પંથકમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવાનોને લાકડાના ફટકા કોઈક કારણસર મારવામાં આવી રહ્યા છે. જે દ્રશ્યમાં દેખાય છે. બારડોલી તાલુકાના નાદિડા ચાર રસ્તા નજીક આવેલ એક વ્યસનમુક્તિ કેન્દ્રમાં બે યુવાનોને વ્યસન મુક્તિના કેન્દ્રના સંચાલક દ્વારા લાકડાના સપાટા લઇ તૂટી પડે છે. ત્યારબાદ કેન્દ્રના બે કર્મચારીઓ પણ યુવાનને માર મારી રહ્યા હોવાનો વીડિયોમાં નજરે પડે છે.
જૂનો વીડિયો વાયરલ
જોકે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે જ્યાં યોગા અને મેડીટેશનના દ્રશ્ય જોવા મળતા હોય છે. એવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં લાકડાના સીન સપાટા જોવા મળતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જોકે સમગ્ર બાબતે વ્યસનમુક્તિ કેન્દ્ર દ્વારા આ વીડિયો જૂનો છે. કોઈક દ્વારા સીસીટીવી ફૂટેજ ચોરીને બદનામીના ઇરાદે આ વીડિયો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો હોવાની પણ સંચાલકો દ્વારા કેફિયત કરવામાં આવી રહી છે. આવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં ખૂબ જ સમજદારી સાથે કાઉન્સેલિંગ કરવાની બદલે યુવકોને માત્ર બળ પ્રયોગના આધારે જ વ્યસનમુક્તિ કરાવવું એ પણ કેટલું યોગ્ય એ પ્રશ્ન પણ હાલ ઉભો થયો છે.








