મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તંત્રના વાંકે છોટાઉદેપુરની શાળાની વિદ્યાર્થિનીઓ પરેશાન, એક જ બસમાં 75ને કરવી પડે છે મુસાફરી

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને એક જ

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને એક જ બસમાં મુસાફરી કરવી પડે છે. 75 જેટલી વિદ્યાર્થિનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે. ઝોઝથી છોટાઉદેપુર ખાતે દરરોજ આવનજાવન કરવું પડે છે. એસ એફ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે દરરોજ બસમાં અપડાઉન કરવું પડે છે. શનિવારના રોજ બસ મોડી આવે છે. ત્યારે શૈક્ષણિક કાર્યના બે વિષયના પિરિયડ પણ પુરા થઇ જાય છે. તેનાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે. 

આ પણ વાંચોઃVideo: સુરતમાં પાર્ક થયેલી કારમાં આગ લાગતા મચી અફરાતફરી, રસ્તો થયો બ્લોક

બેસવા જગ્યા નથી મળતી

સ્કૂલ અને ડેપો વચ્ચે અડધા કિલોમીટરનો અંતર છે. જે પગપાળા ચાલીને સ્કૂલ સુધી પહોંચવું પડે છે. 75 વિદ્યાર્થીનીઓને એક સાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની જગ્યા પણ મળતી નથી. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ અપડાઉન કરીને અભ્યાસ કરે છે.

વૈકલ્પિક વ્યવસ્થાની માગ

 બસમાં વધારે પડતા પેસેન્જર હોય તો ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. સરકાર ઝોઝ ખાતે ધોરણ 9 થી 12ની શાળા શરુ કરે તેવી વિદ્યાર્થિનીઓની માંગ છે. જયારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં અનેક સુવિધાઓની ઉણપ છે. ત્યારે સરકાર એસટી બસની સુવિધા પણ વિદ્યાર્થીનીઓને પુરી પાડી ન હોવાનો આ વરવો નમૂનો છે. 

આ સમાચાર શેર કરો