મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘો અનરાધાર: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આગામી બે દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ

જેમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો

ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 21મી જુલાઈ સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. 21મી જુલાઈ સુધી 2022માં 60.22 ટકા અને 2023માં 91.92 ટકા વરસાદ વરસ્યો હતો. 

22 જુલાઈ આગાહી

રાજકોટ, જૂનાગઢ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

23મી જુલાઈના દિવસની આગાહી

આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. આ સિવાયના રાજ્યના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો