મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: બિશ્નોઈએ હવામાં ઉછળી પકડ્યો શાનદાર કેચ, બેટસમેન બ્રાયન પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો 

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી-20 સિરીઝની ત્રીજી મેચ બુધવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી-20 સિરીઝની ત્રીજી મેચ બુધવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 159 રન જ બનાવી શકી હતી. પરિણામે ટીમ ઈન્ડિયાનો 23 રનથી વિજય થયો હતો. જોકે, રવિ બિશ્નોઈએ જબરદસ્ત કેચ પકડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

બ્રાયન બેનેટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો

આવેશ ખાને સ્પેલની બીજી ઓવરના પહેલા બોલ પર વિકેટ ખેરવી હતી. તેણે બ્રાયન બેનેટની વિકેટ લીધી હતી. બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા રવિ બિશ્નોઈએ હવામાં ઉજળીને શાનદાર કેચ પકડ્યો હતો. બેટસમેન બ્રાયન બેનેટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. 

કેપ્ટન શુભમન ગિલે ફિફ્ટી ફટકારી

બોલિંગની વાત કરીએ તો સૌથી વધુ વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ, આવેશ ખાને બે વિકેટ અને ખલીલ અહેમદે એક વિકેટ ઝડપી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલે ફિફ્ટી ફટકારી હતી. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ટીમ ઈન્ડિયા : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને ખલીલ અહેમદ.

ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), તાદીવાનાશે મારુમની, વેસ્લી મધવેરે, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મદાંદે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની અને તેંદાઈ ચતારા.

આ સમાચાર શેર કરો