મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટના ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોના મોતના જવાબદાર કોણ?

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા ત્રણ જેટલ

રાજકોટ શહેરના  કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા ત્રણ જેટલા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા છે, સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગની આ ઘટનામાં 24 લોકોના મોત થયા છે. જેમાં મોટા ભાગના બાળકોનો સમાવેશ થાય છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. ભીષણ આગની જ્વાળાઓ અને  ધુમાડાના દૂર સુધી દેખાયા હતા.છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

આગ દુર્ઘટના અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી

આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું 'રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.'

આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે: મુકેશ દોશી

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.'

આ સમાચાર શેર કરો