મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં ચાર કલાકમાં 120થી વધુ તાલુકામાં વરસાદ, નડીયાદમાં સૌથી વધુ 5 ઇંચ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી છે અને વરસાદી પાણી ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા.

10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યાનો  માહોલ

10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યાનો  માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વિરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.  

જો રાજ્યની વાત કરવામાં આવે તો  24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં 3 ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28મી જુલાઇ સુધી 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા જ્યારે વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. 

અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

આ સમાચાર શેર કરો