મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને ભારે નુકસાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (16મી મે) પાલનપુર, મોરબી, પોરબંદર, જૂનાગઢના ભેંસાણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.

કચ્છમાં સતત ચોથા  દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના માંડવી ભચાઉ,માંડવી, નખત્રાણા,મુન્દ્રા અને અંજાર સહિતના તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાની પહોંચી હતી.

પાલનપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થયું છે. 

મોરબી જિલ્લાના કેટલા વિરસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તોફાની પવનને કારણે સોલર પેનલ પવનમાં ઉડી જવા પામી હતી અને આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

જૂનાગઢના પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળજાળ ગરમી વચ્ચે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી જવા પામી છે. જો કે, આ કમોસમી વરસાદના કારમે કેરી, તલ, અડદ, મગના પાકને નુકસાન થયું છે. 

પોરબંદરમાં ગઈકાલે બરડા પંથકમાં વરસાદે કહેર મચાવી હતી, જેમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા અને અનેક વીજપોળ ધરાશાયી થઈ ગયા હતા. તો આજે  કુતિયાણાના ગ્રામ્ય પંથકમાં અને ઘેડના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

આ સમાચાર શેર કરો