મુખ્ય સામગ્રી પર જાઓ

Video: હિંમતનગરમાં HUDA નાં નોટિફિકેશનનો વિરોધ, ખેડૂતો સરકાર સામે બન્યા આક્રમક

હિંમતનગરના 11 ગામના ખેડૂતોની જમીન પર HUDA એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક નોટિફિકેશન જા

હિંમતનગરના 11 ગામના ખેડૂતોની જમીન પર HUDA એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એક નોટિફિકેશન જાહેર થતાં જ આસપાસના ગામોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

સરકારી વળતર જમીનના વાસ્તવિક મૂલ્ય કરતા ઘણું ઓછું

ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે HUDA ના કારણે તેમની ખેતીની જમીન અને જો જમીન સંપાદિત થશે તો કેટલાક નાના ખેડૂતોનો ખેડૂત તરીકેનો કાયદેસરનો દરજ્જો પણ છીનવાઈ જશે. ખેડૂતોના કહેવા મુજબ, સરકારી વળતર જમીનના વાસ્તવિક મૂલ્ય કરતા ઘણું ઓછું છે. તેઓ દાવો કરે છે કે જે જમીનની બજાર કિંમત કરોડોમાં છે, તેનું વળતર તેમને માત્ર લાખોમાં મળી રહ્યું છે.

10 વર્ષ પહેલાં પણ HUDA નું નોટિફિકેશન આવ્યું હતું 

 આજથી 10 વર્ષ પહેલાં પણ રાજ્ય સરકારે આ જ રીતે HUDA નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યારે પણ ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ હતો. લોકોના ઉગ્ર વિરોધ અને જન આંદોલન સામે સરકારે અંતે નમતું જોખવું પડ્યું હતું અને HUDA ની પ્રક્રિયાને મોકૂફ રાખી હતી. પરંતુ હવે, 10 વર્ષ બાદ ફરી એકવાર આ નોટિફિકેશન જાહેર થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વિકાસની યોજનાથી માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો 

ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિકાસની યોજના માત્ર કેટલાક 'માનીતા' ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને ફાયદો પહોંચાડવા માટે છે, જેથી તેઓ સસ્તા ભાવે જમીન મેળવીને મોટા પાયે આર્થિક લાભ લઈ શકે. હિંમતનગરના સહકારી જિન ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આંદોલન ઉપરાંત કાયદાકીય લડત પણ લડશે, અને જ્યાં સુધી આ નોટિફિકેશન રદ્દ નહીં થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે

આ સમાચાર શેર કરો