લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં મતદાન પૂર્ણ, સરેરાશ 55 ટકા કરતા વધુ વોટિંગ
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. ચાર જૂને ચૂંટણીન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. ચાર જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સરેરાશ 55.22% કરતા વધુ મતદાન થયું છે.
5 વાગ્યા સુધી 55.22 % મતદાન થયું છે. 3 વાગ્યા સુધી 47.03% મતદાન હતું. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ 58.05 % મતદાન થયું છે.
પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી, સી.આર પાટીલ, આનંદીબેન પટેલ, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, પૂનમમાડમ, રિવાબા જાડેજા સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું.
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં મતદાન, જાણો સંપૂર્ણ આંકડા
| મતદાન | ટકાવારી |
| અમદાવાદ પૂર્વ | 49.95% |
| અમદાવાદ પશ્ચિમ | 50.29% |
| અમરેલી | 45.59% |
| આણંદ | 60.44% |
| બનાસકાંઠા | 64.48% |
| બારડોલી | 61.01% |
| ભરૂચ | 63.56% |
| ભાવનગર | 48.59% |
| છોટા ઉદેપુર | 63.76% |
| દાહોદ | 54.78% |
| ગાંધીનગર | 55.65% |
| જામનગર | 52.36% |
| જૂનાગઢ | 53.84% |
| કચ્છ | 48.96% |
| ખેડા | 53.83% |
| મહેસાણા | 55.23% |
| નવસારી | 55.31% |
| પંચમહાલ | 53.99% |
| પાટણ | 54.58% |
| પોરબંદર | 46.51% |
| રાજકોટ | 54.29% |
| સાબરકાંઠા | 58.82% |
| સુરેન્દ્રનગર | 49.19% |
| વડોદરા | 57.11% |
| વલસાડ | 68.12% |
3.00 PM: પંચમહાલ લોકસભા મત વિસ્તારના ડાકોરમાં બોગસ વોટિંગનો મામલે સામે આવ્યો છે. જેમાં ડાકોરના વોર્ડ પાંચના ૨૪૦ નંના બુથ પર ૫૮ વર્ષીય ખોડાભાઈ જીવાભાઈ વોટ આપવા ગયા ત્યારે તેમનો મત પહેલેથી જ કોઈ આપી ગયાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર,બુથ એજન્ટ અને પ્રિસાઇડીંગ ઓફિસરની કામગીરી પર ઉઠ્યા હતા.
2.50 PM :મંજીરા વગાડતા વગાડતા ઉમેદવાર મતદાન કરવા પહોંચ્યા. ભજન મંડળી સાથે મંજીરા વગાડતા વગાડતા હરિભાઈ મતદાન મથકે પહોંચ્યા હતા.
2.30 PM: બારડોલી બેઠકમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના વ્યારાના શંકર ફળિયામાં ઢોલ નગારા સાથે કેક કાપી લોકસભાના ચૂંટણી પર્વની ઉજવણી કરી. શંકર ફળિયાવાસીઓ એ ભેગા મળીને ફળિયાના નાના ભૂલકાઓ પાસે કેક કપાવી. ફળિયાના 70 મકાનો ડિમોલિશનમાં ધ્વસ્ત કરાયા હતા.
કોઈ નેતા આજ સુધી અહીંના લોકોના હાલ જાણવા ન આવતા ફળિયાવાસીઓએ અનોખી રીતે ઉમેદવારોનો વિરોધ વ્યક્ત કરી ઢોલ નગારા સાથે કેક કાપી.
2.20 PM: મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જિલ્લા વેપારી મંડળ એસોસિએશન દ્વારા મત નું નિશાન બતાવો અને 7% ડિસ્કાઉન્ટ લઈ જાઓ ની ખાતરી પૂર્ણ કરી.ગ્રાહક દ્વારા મત આંગળી પર નિશાન બતાવતા સાત ટકા ડિસ્કાઉન્ટ મળ્યું. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ મેડિકલ દુકાનદારો સહિત મોલમાં સાત ટકા ડિસ્કાઉન્ટ અંગે ની ખાતરી લેવામાં આવી હતી.
2.10 PM: ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન
ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું .મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બૂથ નં.3માં સો ટકા મતદાન થયું. બાણેજ બુથમાં એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયું. ચૂંટણી પંચે એક મતનું મહત્ત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.
1.50 PM: 104 વર્ષની વૃદ્ધ મહિલાએ સુતારી ગામે મતદાન કર્યું
મહીસાગર જિલ્લામાં કુલ બે લોકસભા બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી રહ્યા છે.તેવામાં યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે અંદાજીત 104 વર્ષની વૃદ્ધ મહિલાએ સુતારી ગામે મતદાન કર્યું હતું. અગમ્ય કારણો સર બેલેટ પેપર થી મતદાન ન કરી શકતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા તેઓએ મતદાન કર્યું હતું.
1.40 PM: મતદાન વચ્ચે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ
બનાસકાંઠાના અંબાજી પંથકમાં વાતાવરણમાં મતદાન વચ્ચે એકાએક પલટો આવ્યો છે. ગરમીની આગાહી વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે.
1.30 PM: ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે પરિવાર સાથે મથાવડા ખાતે મતદાન કર્યુ
ભાવનગરના રાજવી પરિવારના સભ્યોએ એક સાથે મતદાન કર્યુ હતું..યુવરાજ જયવીર રાજસિંહજીએ કુમાર શાળા ખાતે મતદાન કર્યા બાદ તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
1.20 PM: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ હર્ષોલ્લાસ સાથે મતદાન કર્યુ
વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ હર્ષોલ્લાસ સાથે મતદાન કર્યુ હતું.વડોદરા-અટલાદરા સ્વામિનારાયણ મંદિરના તમામ સંત ગણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ તરફ દાહોદમાં લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કર્યું. ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે વરરાજાએ મતદાન કરીને પોતાની નૈતિક ફરજ બજાવી હતી. આણંદ લોકસભાના પેટલાદ ખાતે કિન્નર સમાજે પણ આગળ આવીને મતદાન કર્યુ હતું.
1.10 PM: ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે કિન્નર સમાજ લોકશાહીનાં મહા પર્વમાં જોડાયો
ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે કિન્નર સમાજ લોકશાહીનાં મહા પર્વમાં જોડાયો હતો.તેમજઢોલ નગારા સાથે વાજતે-ગાજતે કિન્નર સમાજ લોકશાહીનાં મહા પર્વમાં જોડાયો ૧૩૦ જેટલા કિન્નર મતદાતાઓએ પેટલાદની ચતુરબા શાળા ખાતે મતદાન કરીને લોકોને પણ મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો.અને દ્વારકામાં લોકસભા ચૂંટણીમાં મતદાનમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે દિવ્યાંગો પણ મતદાન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં દિવ્યાંગ લોકો મતદાન કરવા બુથ પર પહોંચી રહ્યા છેઅને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
12.50 PM: તાપીમાં યુવક અનોખા અંદાજમાં મતદાન કરવા પહોંચ્યો
બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં રાહુલ સોની નામનો યુવક વરરાજાનો ડ્રેસ પહેરીને ઢોલ નગારા સાથે ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ નામના યુવકે આ રીતે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી હતી. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
12.40 PM: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યુ
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યુ. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોરબંદરના સાંસદ રમેશભાઈ ઘડુક પણ અહીં મતદાન માટે આવ્યા હતા
12.20 PM: અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કર્યુ મતદાન
અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના પિરામણ ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસના વિજય માટે તેમણે આશા વ્યક્ત કરી હતી. મતદાન પહેલા પિતા અહેમદ પટેલની કબર પર ફાતિયા પઢ્યા હતા.
12.00 PM મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ભડકયા
મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ગોહિલ ભડકયા હતા. ભાજપના ચિન્હવાળી પેન લઈને બેઠેલા પ્રિ સાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ ભારે રોષે ભરાયા હતા. ઇલેક્શન કમિશનને તેમણે નોંધ લેવા કહ્યું હતુ.
રિવાબા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સાથે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. જામનગરમાંથી ભાજપના વર્તમાન સાંસદ પૂનમબેન માડમ કોંગ્રેસના જેપી મારવિયા સામે ચૂંટણી લડી રહ્યા છે.
11.00 AM: મોડાસા કે.એન શાહ સ્કુલના 181 મતદાન બૂથ પર બબાલ
અરવલ્લીના મોડાસામાં કે એન શાહ સ્કૂલના 181 મતદાન બૂથ પર પોલીસ અને મતદારો વચ્ચે માથાકૂટ થવાના અહેવાલ સામે આવ્યા છે. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ ફેલાયો છે.
10.50 AM: ગુજરાત વિ ધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે
10.40 AM રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજકોટથી અમરેલી રૂપાલાને મળવા જતી વખતે તબિયત ખરાબ થઇ ગઇ. રામ મોકરિયાને આટકોટની કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરેલીથી રૂપાલાએ હોસ્પિટલ આવી રામ મોકરિયાના ખબર અંતર પૂછ્યા.
અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
અમરેલી બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન
આણંદ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
બારડોલી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ભરૂચ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
બનાસકાંઠા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
ભાવનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
દાહોદ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ગાંધીનગર બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન
જામનગર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
જૂનાગઢ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
ખેડા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
કચ્છ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
મહેસાણા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
નવસારી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
પોરબંદર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
પંચમહાલ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
પાટણ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
રાજકોટ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18 ટકા મતદાન
સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
વડોદરા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન
વલસાડ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ બેઠક પર અત્યાર સુધી સૌથી ઓછું 7.23% મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર થયું હતું જ્યાંથી કોંગ્રેસના ચર્ચિત નેતા ગેનીબેન ઠાકોર ચૂંટણી મેદાને ઉતર્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કઈ બેઠકમાં કેટલું મતદાન
| બેઠક | ટકાવારી |
| અમદાવાદ પૂર્વ | 8.03% |
| અમદાવાદ પશ્ચિમ | 7.23% |
| અમરેલી | 9.13% |
| આણંદ | 10.35% |
| બારડોલી | 11.54% |
| ભરૂચ | 10.78% |
| બનાસકાંઠા | 12.28% |
| ભાવનગર | 9.20% |
| છોટા ઉદેપુર | 10.27% |
| દાહોદ | 10.94% |
| ગાંધીનગર | 10.31% |
| જામનગર | 8.55% |
| જૂનાગઢ | 9.05% |
| ખેડા બેઠક | 10.20% |
| કચ્છ બેઠક | 8.79% |
| મહેસાણા | 10.14% |
| નવસારી | 9.15% |
| પોરબંદર | 7.84% |
| પંચમહાલ | 9.16% |
| પાટણ | 10.42% |
| રાજકોટ | 9.77% |
| સાબરકાંઠા | 11.43% |
| સુરેન્દ્રનગર | 9.43% |
| વડોદરા | 10.64% |
| વલસાડ | 11.65% |
10.00 AM: કચ્છ જિલ્લામાં બે જગ્યાએ EVMમાં ખામી સર્જાઈ
કચ્છ જિલ્લામાં બે જગ્યાએ EVMમાં ખામી સર્જાતા મતદારોને પરેશાન થયા હતા. ભૂજ તાલુકાના માધાપર ગામની શ્રદ્ધા સ્કૂલમાં EVM ખોટકાતા મતદારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.મતદાન શરૂ થતા એક વ્યક્તિએ મતદાન કર્યુ હતુ અને EVMમાં સમસ્યા આવી હતી. રિઝર્વ EVM બદલવાની કામગીરી થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવતા મતદાન પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી. રાપર તાલુકાના ખેગારપર ખાતે પણ EVMમાં ખામી સર્જાતા EVM બદલીને મતદાનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
9.50 AM: વડોદરા જિલ્લામાં પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાનનો અંદાજ
પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. વડોદરા લોકસભાની બેઠક માટે શહેર વિસ્તારના મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારોની ભીડ જણાઈ હતી અનેક સતાયુ મતદારો પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.
9.30 AM: કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન
આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યુ. આંકલાવની પ્રાથમિક શાળામાં પત્ની સાથે મત આપ્યો. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
9.20 AM: બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું ભાજપના રેખા ચૌધરીએ પાલનપુરની આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
ગેનીબેન ઠાકોરે વતન અબાસણા ખાતે મતદાન કર્યું. ગેનીબેન ઠાકોરે જિલ્લા વાસીઓને અને મતદારોને સૌથી વધુ મતદાન કરવા માટે અપીલ કરી જ્યારે રેખા ચૌધરીએ રાષ્ટ્રહિતમાં મતદાન કરવાની મતદારોને અપીલ કરી
9.00 AM: ચૈતર વાસાવાએ કર્યું મતદાન
ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે બંને પત્ની સાથે જઈને ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ મતદાન કર્યું છે.
કેન્દ્રીયગૃહ મંત્રી અમિતશાહ પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.
8.50 AM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે અમદાવાદમાં મતદાન કર્યું
અમદાવાદના વિવિધ મતદાનમથકો પર ભારે ભીડ જોવા મળી રહી છે. મતદાન કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
સવારના આઠ વાગ્યા સુધીના મતદાનના આંકડા
- અમદાવાદ પૂર્વ 11.00
- અમદાવાદ પશ્ચિમ 10.00
- અમરેલી 11.00
- આણંદ 10.00
- બારડોલી 10.00
- ભરૂચ 12.00
- બનાસકાંઠા 11.00
- ભાવનગર 10.00
- છોટા ઉદેપુર 08.00
- દાહોદ 07.00
- ગાંધીનગર 06.00
- જામનગર 08.00
- જૂનાગઢ 06.00
- ખેડા 08.00
- કચ્છ 07.00
- મહેસાણા 08.00
- નવસારી 08.00
- પોરબંદર 08.00
- પંચમહાલ 07.00
- પાટણ 07.00
- રાજકોટ 08.00
- સાબરકાંઠા 08.00
- સુરેન્દ્રનગર 07.00
8.35 AM: વાવના એટા અને કલ્યાણ પુરા ગામે EVM ખોટકાયા
બનાસકાંઠાના વાવના એટા અને કલ્યાણ પુરા ગામે EVM ખોટકાયા હતા. એક કલાકથી Evm બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો.
8.40 AM: ડો કુબેર ડીંડોરે કર્યું મતદાન
સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડૉ કુબેર ડીંડોરે મતદાન કર્યું છે. શિક્ષણમંત્રી ડો કુબેર ડીંડોરેહાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું. અગાઉ પ્રચાર દરમિયાન પણ શિક્ષણમંત્રી હાથમાં મોરપીંછ સાથે જોવા મળ્યા હતા.
8.35 AM: વડોદરાના વડી વિસ્તારમાં આવેલી વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના રૂમ નંબર 203માં ઇવીએમ ખોટકાયું હતું.
8.30 AM: કપરાડાના એક બુથમાં EVM ખોટકાતા મતદાન અટક્યું
વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના જીરવલ બરડા ફળિયા ખાતે મતદાન અટક્યું છે. 7 વાગ્યે થી EVM મશીન ખોટકતા મતદાન અટક્યું છે.અંતરિયાળ વિસ્તારના જીરવલ ગામના બરડા ફળિયા ખાતે આદિવાસી સમાજના લોકો મત આપવા પહોંચ્યા હતા.
8.20 AM: ભાવનગરની મિલિટ્રી સોસાયટીની સરકારી શાળાના બૂથમાં બે ઈવીએમ ખોટકાયા
રાજ્યના ભાવનગરમાં મિલીટ્રી સોસાયટી આવેલી સરકારી શાળામાં બૂથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું. ઈવીએમ મશીન ખોટકાતા મતદાતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
8.10 AM: કુબેરનગર વોર્ડમાં એપીજી સ્કૂલમાં ઈવીએમ મશીન ખોટકાયુું
કુબેર નગર વોર્ડમાં એપીજી સ્કૂલમાં મશીન ખોરવાયું છે. ઇવીએમ મશીન સારું ન થતા લોકો મતદાન હજુ સુધી કરી શક્યા નથી. એપીજી સ્કૂલ બુથ નંબર no 161 ના એવીએમમાં સમસ્યા સામે આવી છે.
8.00 AM: હાલોલમાં 57 નંબરના બૂથમાં ઈવીએમ ખોટકાયું
છોટાઉદેપુર બેઠક માટે હાલોલ ખાતે ચાલી રહેલી મતદાન પ્રક્રિયામાં ઇવીએમ ખોટકાયું. હાલોલ ખાતે 57 નંબર બૂથમાં એક વોટ પડ્યા બાદ ઈવીએમ ખોટકાતા મતદાન સ્થગીત. કુલ 1440 મત ધરાવતા મતદાન મથકમાં છેલ્લા એક કલાક કરતાં વધુ સમયથી મતદારો ઈવીએમ શરુ થવાની રાહ જોઈ ઉભા છે. ઇવીએમનું મશીન બદલ્યા બાદ બીજું મશીન પણ નહીં ચાલતા ચૂંટણી અધિકારીઓની દોડધામ
7.50 AM: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે શિલજ ખાતે મતદાન કર્યું
ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આજે વાપી સ્થિત ગાંધીધામ સ્કૂલમાં મતદાન કર્યું હતું. નાણામંત્રી પોતાના પરિવાર સાથે મતદાન કરવા સવારે 7:00 વાગે આવી પહોંચ્યા હતા અને સહપરિવારે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને રાજ્યના તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
7.30 AM: કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યુ મતદાન
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ
ગુજરાતમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી હતી. બહોળી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. રાજ્યની 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.
7.35 AM: પીએમ મોદી મતદાન કરવા પહોંચ્યા ત્યાં તેમના ભાઇ સોમાભાઇ પણ હાજર હતા. મતદાન પહેલા ભાઇ સોમાભાઇને તેઓ પગે લાગ્યા
7.35 AM: પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કરતા પહેલા જનતામાં તેમના ફોટોગ્રાફ્સને લઈને ઉભેલી જનતાને ઓટોગ્રાફ આપ્યો હતો.
7.45 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ પહોંચી ગયા છે. જ્યાં તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. અમિત શાહ પણ તેમના સ્વાગતમાં હાજર રહ્યા.
પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન
પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ, રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મતદાન કર્યું હતું.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મતદાન કર્યું હતું.
કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ છે. રૂપાલા પરિવારજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચ્યા હતા
7.14 AM: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ત્રીજા તબક્કા માટે મતદાન કરતા પહેલા અમરેલીના એક મંદિરમાં પ્રાર્થના કરી હતી.
વહેલી સવારથી જ મતદાનમથક પર મતદાતાઓ જોવા મળ્યા
https://twitter.com/narendramodi/status/1787654937629057183
7.10AM: પીએમ મોદીએ ટ્વિટ કરીને મતદાન કરવાની અપીલ કરી
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે આજે યોજાઈ રહેલ ચૂંટણીના તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરી આપના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી…. લોકશાહીના આ મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે.
https://twitter.com/ANI/status/1787652780389237062
7.00 AM: ગુજરાતની 25 લોકસભા બેઠક માટે આજે મતદાન થવાનું છે,ત્યારે વડાપ્રધાન મોદી 7:30 વાગે રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. PMના આગમનના પગલે મતદાન મથકની 1 કિલોમીટર સુધી બેરીકેટિંગ કરાયુ છે. ઢોલ નગારા સાથે રહીશો તેમનું સ્વાગત કરશે. PMની મુલાકાતને લઈ સુરક્ષા સતર્ક કરવામાં આવી છે.
રાજ્યના 4 કરોડ 97 લાખ મતદારો 50 હજારથી પણ વધુ મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે,જેમાં 2 કરોડ 56 લાખથી વધુ પુરૂષ મતદાર છે અને 2 કરોડ 41 લાખથી વધુ મહિલા ઉમેદવારો છે. સૌથી વધુ મતદારો 22 લાખથી પણ વધુ નવસારી સીટ પર છે.
રાજ્યમાં મતદાન સવારે 7.00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વહેલી સવારથીજ મતદાન કેન્દ્ર પર લાંબી લાઈનો જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા.
ત્રીજા તબક્કામાં પાંચ પૂર્વ સીએમ પણ મેદાનમાં
• શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- વિદિશા, ભાજપ
• દિગ્વિજય સિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રાજગઢ, કોંગ્રેસ
• નારાયણ રાણે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રત્નાગીરી-સિંધુદુર્ગ, ભાજપ
• બસવરાજ બોમાઈ, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- હાવેરી, ભાજપ
• જગદીશ શેટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- બેલગામ, ભાજપ
જ્યારે ગાંધીનગર અને રાજકોટ સીટ પર 21 લાખથી વધુ મતદારો છે. સૌથી ઓછા 17 લાખ 23 હજાર મતદાર ભરૂચ જિલ્લામાં નોંધાયા છે.લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની વાત કરીએ તો 25 સીટો પર કુલ 266 ઉમેદવારો મેદાને છે.જ્યારે 19 મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી છે.








