મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં તાપણું કરતા 3 યુવકો પર પોલીસ અચાનક તૂટી પડી, લાકડી-ધોકા વડે માર્યો માર

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે તાપણું કરતા 3 યુવકો પર પોલીસ અચાનક તૂટી પડી હતી અને લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. આ સમગ્ર

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે તાપણું કરતા 3 યુવકો પર પોલીસ અચાનક તૂટી પડી હતી અને લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જોકે, પોલીસે કેમ હુમલો કર્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

પોલીસે યુવકો પર કર્યો હુમલો

સુરેન્દ્રનગર પોલીસની ગુંડાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.  સુરેન્દ્રનગર ટાવર નજીક શેરી નંબર-3માં મોડી રાત્રે તાપણું કરતા 3 યુવકો પર પોલીસ કારમાં આવેલા 4 પોલીસ કર્મીઓએ હુમલો કર્યો હતો. 

કોઇ પણ કારણ વગર જ અચાનક સરકારી પોલીસ કારમાંથી ઉતરીને પોલીસ કર્મીઓ તાપણું કરતા યુવકો પર તૂટી પડ્યા હતા અને લાકડી અને ધોકા વડે માર માર્યો હતો. આ ઘટનામાં 3 યુવકને હાથમાં ફ્રેક્ચર અને શરીરના અન્ય ભાગમાં ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ભૂંડ પકડવા મુદ્દે બે પક્ષો વચ્ચે જાહેરમાં જૂથ અથડામણ, 9 શખ્સોને પહોંચી ઈજા

આ હુમલા બાદ ઇજાગ્રસ્ત યુવકોએ પોલીસ કર્મીઓ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવકો પર પોલીસ કર્મીઓએ કેમ હુમલો કર્યો અને આ પોલીસ કર્મીઓ પર શું પગલા ભરવામાં આવે તે તપાસનો વિષય છે.

આ સમાચાર શેર કરો