મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારા પોલીસ અધિકારીઓ સુરક્ષિત નથી, પૂર્વ ધારાસભ્યએ લગાવ્યા આરોપ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ચાલી રહેલી ગંભીર બાબતે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ચાલી રહેલી ગંભીર બાબતે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં કડક અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા પોલીસ અધિકારીઓ પણ સુરક્ષિત નથી અને તેમની સામે ષડયંત્ર રચીને તેમને સસ્પેન્ડ કરાવવામાં આવી રહ્યા છે.

નિષ્ઠાપૂર્વક કામ કરનારા પોલીસ અધિકારીઓ પણ સુરક્ષિત નથી

પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગરમાં SMC દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડીને કડક અધિકારીઓને નિશાન બનાવવામાં આવે છે. આવા દરોડાઓ દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરાવવાનું એક મોટું કાવતરું ચાલી રહ્યું હોવાનો આરોપ છે.

કેટલાક અધિકારીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવે છે

ઋત્વિક મકવાણાએ દાવો કર્યો છે કે પોલીસ વિભાગની અંદર જ કેટલાક અધિકારીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવે છે, જેના કારણે નિષ્ઠાવાન અધિકારીઓનો ભોગ લેવામાં આવે છે.આક્ષેપોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે એક ઘટનામાં, થાન વિસ્તારમાં દારૂના દરોડા દરમિયાન જે દિવસે રેડ પડી, તે દિવસે સંબંધિત અધિકારી રજા પર હતા, છતાં અન્ય અધિકારીને નિશાન બનાવીને તેમનો ભોગ લેવામાં આવ્યો. આ ઉપરાંત, કાળાસરમાં જુગારની ક્લબ પર SMCની રેડની ગંધ આવતાં સ્થાનિક પોલીસે ઝડપથી દરોડો પાડી દીધો, જે પણ આંતરિક ષડયંત્રનો ભાગ હોવાનું કહેવાય છે.

આ સમાચાર શેર કરો