VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરોના વધતા ત્રાસથી 10થી વધુ ગામના ખેડૂતો આક્રોશમાં, સરકાર સામે ચઢાવી બાંયો
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવા
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરોના વધતા ત્રાસથી ખેડૂતો હવે આક્રોશમાં છે. ગંજેડા, ઘણાદ, વણા, રાજસીતાપુર સહિત 10થી વધુ ગામોના ખેડૂતોએ ઘણા ગામમાં બેઠકો યોજી, આ મુદ્દે સરકાર સામે લડત આપવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિત અન્ય મંત્રીઓને રજૂઆતો કરી હતી.
મંત્રીઓને રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહોતો.
મંત્રીઓને રજૂઆત કરી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. તો બીજી તરફ આ સમસ્યાનો ઉકેલ આવતાં તેઓ હવે ગાંધીનગર સુધી વિરોધ લઈ જવા માટે તૈયાર છે. ખેડૂતો દ્વારા પ્રથમ રજૂઆત વખતે જિલ્લા કલેકટરે 15 દિવસમાં 10 ગામોમાંથી ઘુડખરોને હટાવવા માટે પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી. જોકે, આજ દિન સુધી કોઈ નક્કર પ્લાન તૈયાર થયો નથી, અને ઘુડખરોનો આતંક યથાવત રહ્યો છે. આ નિષ્ક્રિયતાએ ખેડૂતોના ગુસ્સાને વધુ ભડકાવ્યો છે.



