Surendranagar news: 15 જિલ્લામાં ઘુડખરોનો આતંક; ઉભા પાકને નુકશાન, નિરાકરણ નહિ આવે તો ખેડૂતોએ આપી આ ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં જંગલી ગધેડા એવ

સુરેન્દ્રનગર જિલ્લામાં જંગલી ગધેડા એવા ઘુડખરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરી નાસી જતા આ ઘુડખરોનું રેસ્ક્યુ કરવા ખેડૂતોની ઉગ્ર માંગ છે, જો આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ખેડૂતોએ ગાંધીનગર સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરમાં ઘુડખર ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકનો સોથ વાળી રહ્યા છે, જેથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થઇ રહ્યું છે. સરકાર ઘુડખરના અભ્યારણ્ય પાછળ કરોડો રૂપિયાની જોગવાઈ તો કરે છે પણ જયારે તેની જાળવણી કરવાની વાત આવે ત્યારે સરકાર પાછીપાની કરતી હોય તેવું લાગી રહ્યું છે. અભ્યારણ્ય પાછળ ફાળવાયેલા પૈસા ક્યાં જાય છે તેવો પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે. જિલ્લાના 15 થી વધુ ગામોમાં ઘુડખરોનો ત્રાસ છે. આ પ્રાણીએ ઉભા પાકોમાં 40% પાકને નુકસાન કરી નાખ્યું છે. આ અંગે ખેડૂતોએ કલેકટર, DFO અને RFO સુધી રજુઆત કરી છે, છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ ઘુડખરોનું રેસ્ક્યુ કરવા ખેડૂતોની ઉગ્ર માંગ છે, જો આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ખેડૂતોએ ગાંધીનગર સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.




