VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના ગિલોસણ ગામની મહિલા સરપંચ અફરોજબાનુને લઈ વિવાદ, જાણો શું છે કારણ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ગિલોસણ ગામની મહિલા સરપંચ અફરોજબાનુને લઈ વિવાદ સર્જાયો છે. 2023ની પંચાયત ચૂંટણીમાં અફરોજબાનુએ 21 વર્ષની ઉંમર દર્શાવી સરપંચ પદ જીત્યું હતું, પરંતુ તપાસમાં તેમની વાસ્તવિક ઉંમર 19 વર્ષ હોવાનું બહાર આવ્યું.
અફરોજબાનુએ 21 વર્ષનો જન્મ દાખલો રજૂ કર્યો
શંકા ઉપજતાં જિલ્લા વિકાસ અધિકારી અને સબ રજિસ્ટ્રારે તપાસ શરૂ કરી, જેમાં અફરોજબાનુએ 21 વર્ષનો જન્મ દાખલો રજૂ કર્યો હતો. પરંતુ, વધુ તપાસમાં આ દાખલો ખોટો હોવાનું સામે આવ્યું. અફરોજબાનુએ તેમના મોટા ભાઈની 21 વર્ષની ઉંમરનો દાખલો પોતાના નામે કઢાવી લીધો હતો. સબ રજિસ્ટ્રારને શંકા જતાં ઊંડાણપૂર્વકની તપાસમાં આ ગોલમાલ ઝડપાયું. પરિણામે, અફરોજબાનુને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.


