મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર 2 આરોપીઓ દબોચાયા, યુવાનની સ્થિતિ અત્યંત ગંભીર

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સ

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના  રતનપરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે 5 શખ્સોએ એક યુવાન પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જુની અદાવતને ધ્યાનમાં રાખીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈમ્તિયાઝ માલાણી નામના યુવકની હાલત હાલ ગંભીર છે,

 ઘટનામાં સામેલ 2 શખ્સોને પોલીસે દબોચી લીધા

મળતા અહેવાલ પ્રમાણે આ ઘટનામાં સામેલ 2 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ફાયરિંગમાં વપરાશ થયેલી સ્કોર્પિયો કરાને પણ જપ્ત કરવામાં આવી છે. અંગત અદાવતમાં યુવાન પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો