'સટ્ટાબાજીનો પ્રચાર અને પ્રમોશન કરી કેટલાય ઘર બરબાદ કર્યા', Elvish yadav ના ઘર પર ફાયરિંગની જવાબદારી ભાઉ ગેન્ગે લીધી
યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે રવિવારે સવારે થયેલા ફાયરિંગની જવાબદારી 'ભાઉ ગેંગે' લીધી છે. આ

યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે રવિવારે સવારે થયેલા ફાયરિંગની જવાબદારી 'ભાઉ ગેંગે' લીધી છે. આ માહિતી ગેંગે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે એલ્વિશે બેટિંગ એપનું પ્રમોશન કરીને ઘણાં ઘરો બરબાદ કર્યાં છે. હરિયાણાના યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગના મામલે એક નવો ખુલાસો થયો છે. રવિવારે સવારે એલ્વિશ યાદવના ઘરે થયેલા ફાયરિંગની જવાબદારી ભાઉ ગેંગના ગેંગસ્ટર નીરજ ફરીદપુર અને ભાઉ રિતોલિયાએ લીધી છે. આ માહિતી ગેંગે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ફાયરિંગનું કારણ જણાવતાં તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે એલ્વિશે બેટિંગ એપનું પ્રમોશન કરીને ઘણાં ઘરો બરબાદ કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે યુટ્યુબર એલ્વિશ યાદવના ગુરુગ્રામ સ્થિત ઘરે રવિવારે સવારે 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે સમયે આ ઘટના બની ત્યારે એલ્વિશ ઘરે હાજર નહોતો. ઘટનાની જાણ થતાં પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી.
શું છે ઘટના?
મળતી માહિતી મુજબ, રવિવારે (17 ઓગસ્ટ) એલ્વિશ યાદવના ઘરે વહેલી સવારે 5:30થી 6 વાગ્યાની વચ્ચે ત્રણ અજાણ્યા શખસ દ્વારા 24 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર પછી તરત જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સમયે ઘરમાં હાજર લોકોની સલામતી અંગે પણ પૂછપરછ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને ઘેરી લીધો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે નજીકના સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.






