Elvish Yadavએ Bigg Boss OTT 3 કંટેસ્ટંટ સાઈ કેતન રાવને આપી ધમકી

બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા Elvish Yadav પોતાની તીખી વાણી અને વિવાદાસ્પદ બાબતોથી ચર્ચામાં આવી જાય છે. આ વખતે પણ એલ્વિશ યાદવે કંઈક એવું કહ્યું કે લાઈમલાઈટમાં આવી ગયો. એલ્વિશ યાદવના ક્લોઝ ફ્રેન્ડ લવ કટારિયાએ 'બિગ બોસ ઓટીટી સીઝન 3'માં ભાગ લીધો છે. 'બિગ બોસ'ના ઘરમાં બોલાચાલી થવી તે સામાન્ય વસ્તુ છે પરંતુ લવ અને સાઈ કેતન રાવ વચ્ચેની લડાઈ બાદ એલ્વિસે એક્ટરને 'ચેતવણી' આપી છે.
એલ્વિશ યાદવે પોતાનો એક વ્લોગ શેર કરતાં કહ્યું કે, છોકરો આટલો અહંકારી કેવી રીતે થઈ ગયો? ચલો, કટારિયાએ તો એ હિસાબે રિસ્પોન્ડ નથી આપ્યો. આપણે બહારથી શું કરી શકીએ? પરંતુ આપણે કહી શકીએ કે બિગ બોસની બહાર પણ જીવન છે. અમારા ભાઈ પ્રત્યે થોડો રિસ્પેક્ટથી રજૂ થજે. બહાર ના કરી દેતો.
હકિકતમાં 'બિગ બોસ ઓટીટી સીઝન 3'ના લેટેસ્ટ એપિસોડમાં લવ કટારિયા અને સાઈ કેતન રાવ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. તેની શરૂઆત એક ટાસ્કમાં થઈ. જ્યાં બિગ બોસે દરેક સ્પર્ધકને શોના અન્ય સ્પર્ધકનું નામ પૂછ્યું હતું. સાઈએ આ ટાસ્કમાં લવ કટારિયાનું ના ન લેતા તે ચિડાયો હતો. જણાવી દઈએ કે, બિગ બોસ OTT 2 થી બાદ એલ્વિશ યાદવ સાપના ઝેર મામલામાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.

