Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Veteran actor Mushtaq Khan passes away, breathes his last at 56

બોલિવૂડમાં શોકની લહેર: જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, 56 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
બોલિવૂડમાં શોકની લહેર: જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, 56 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
સોર્સ : gstv

બોલિવૂડ જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 'વેલકમ' ફેમ એક્ટર મુશ્તાક ખાનનું નિધન થઈ ગયું છે. તેઓ 56 વર્ષના હતા અને લાંબા સમયથી લિવર કેન્સર સામે જિંદગીની જંગ લડી રહ્યા હતા. તેમનું મૃત્યુ માત્ર પરિવાર માટે જ મોટો આઘાત નથી પરંતુ સિનેમા જગત માટે પણ એક મોટી ખોટ સમાન છે. તેમની આ ખોટ ક્યારેય પૂરી કરી શકાય તેમ નથી.

App Store

મુશ્તાક ખાનના મૃત્યુની પુષ્ટિ તેમના બિઝનેસ પાર્ટનર શિવમે કરી છે. જણાવવામાં આવ્યું છે કે અભિનેતાએ 24 સપ્ટેમ્બર, 2026 ગુરુવારની સાંજે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે.

હોસ્પિટલમાં દાખલ હતા મુશ્તાક ખાન

મુશ્તાક ખાનના બિઝનેસ પાર્ટનર શિવમે જણાવ્યું, 'તેમનું નિધન ગુરુવારે 24 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે થયું હતું. તેમને પહેલા લંગ કેન્સર થયું હતું અને સારવાર બાદ તેઓ સાજા થઈ ગયા હતા. જોકે, મૃત્યુના લગભગ 8 દિવસ પહેલા કેન્સર ફરીથી ઉથલો માર્યો હતો અને ત્યારબાદ તેમની હાલત લથડી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતા.'

આજે થશે સુપુર્દ-એ-ખાક

મુશ્તાક ખાનના અચાનક નિધનના સમાચારે ફેન્સને હચમચાવી દીધા છે. પરિવાર અને તેમના ચાહકોમાં માતંગ છવાઈ ગયો છે. મુશ્તાક ખાનને અંતિમ વિદાય 25 સપ્ટેમ્બર, એટલે કે શુક્રવારે આપવામાં આવશે. તેઓ શુક્રવારે એટલે કે આજે સુપુર્દ-એ-ખાક થશે. પોતાની કોમિક ટાઈમિંગથી સૌને હસાવનારા મુશ્તાક ખાને આજે ચાહકોની આંખો નમ કરી દીધી છે. માહિતી સામે આવી છે કે સવારે યારી રોડ કબ્રસ્તાનમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વ્યક્ત કર્યું દુઃખ

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને X પર પોસ્ટ શેર કરીને મુશ્તાક ખાનના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને સાથે જ તેમના યોગદાનને યાદ કરી.

મુશ્તાક ખાન વિશે

જો મુશ્તાક ખાન વિશે વાત કરવામાં આવે તો તેઓ તેમના યાદગાર પાત્રો માટે જાણીતા છે. સપોર્ટિંગ અને કોમેડી પાત્રો દ્વારા મુશ્તાકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ખાસ કરીને 'વેલકમ'માં એક્ટરનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો, જે આજે પણ લોકોના મનમાં વસેલો છે. આ સિવાય અભિનેતાએ ફિલ્મ 'આશિકી', 'મુઝસે શાદી કરોગી' અને 'હમ હૈ રાહી પ્યાર કે' જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયની છાપ છોડી હતી.

મુશ્તાક ખાનની છેલ્લી ફિલ્મ 'ઉદયપુર ફાઈલ્સ: કન્હૈયા લાલ ટેલર મર્ડર' હતી, જે વર્ષ 2025માં રિલીઝ થઈ હતી. આ પહેલા તેઓ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2'માં પણ જોવા મળ્યા હતા.

ટોપિક્સ:GSTV NewsGujarati News