Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : When will Shraddha Kapoor and Rahul Modi tie the knot?

Chitralok : બોલિવૂડમાં વધુ એક ભવ્ય લગ્નની તૈયારી? શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ક્યારે બંધાશે લગ્નના તાંતણે?

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : બોલિવૂડમાં વધુ એક ભવ્ય લગ્નની તૈયારી? શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ક્યારે બંધાશે લગ્નના તાંતણે?
સોર્સ : gstv

40ની નજીક પહોંચેલી શ્રદ્ધા કપૂર હવે જીવનમાં સેટલ થવા માગતી હોય તેમ જણાય છે. ભૂતકાળના ત્રણ નિષ્ફળ સંબંધો બાદ હવે તે રાઈટર રાહુલ મોદી સાથેના ચોથા અફેરને લઈને ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ૨૦૨૪થી રિલેશનશીપમાં હોવા છતાં આ જોડીએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેઓ અવારનવાર જાહેર સ્થળોએ સાથે જોવા મળે છે.

App Store

તાજેતરમાં જ શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહુલ મોદીના ટેલેન્ટના મન મૂકીને વખાણ કર્યા હતા. રાહુલે બનાવેલી એક એડમાં 'સૈયારા' ફેમ અનીત પડ્ડાના અભિનયની પ્રશંસા કરતા તેણે રાહુલ માટે લખ્યું, 'ક્યુટનેસ પરથી યાદ આવ્યું, આ રાઈટર-ડિરેક્ટર કેટલા ટેલેન્ટેડ છે!' ઉલ્લેખનીય છે કે રાઈટર તરીકે કરીઅર શરૂ કરનાર રાહુલ હવે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

આ જોડી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ સજોડે હાજર રહી હતી. અગાઉ શ્રદ્ધાનું નામ આદિત્ય રોય કપૂર, ફરહાન અખ્તર અને રોહન શ્રેષ્ઠા સાથે જોડાયું હતું, પરંતુ હાલ બોલિવુડની આ સફળ એક્ટ્રેસ રાહુલ માટે ખાસી ગંભીર લાગે છે. શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ સાથેની સેલ્ફી શેર કરી હતી અને તે 'ઇ' આલ્ફાબેટવાળું પેન્ડન્ટ પહેરેલી પણ જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા ટૂંક સમયમાં મરાઠી લોક કલાકાર વિઠ્ઠાબાઈ નારાયણગાંવકરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.