Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The hidden secrets of the popular franchise will now come to the screen

Chitralok : માત્ર એક્શન જ નહીં, એક્શન પાછળની મહેનત પણ જુઓ: લોકપ્રિય ફ્રેન્ચાઈઝીના છૂપા રહસ્યો હવે આવશે પડદા પર 

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : માત્ર એક્શન જ નહીં, એક્શન પાછળની મહેનત પણ જુઓ: લોકપ્રિય ફ્રેન્ચાઈઝીના છૂપા રહસ્યો હવે આવશે પડદા પર 
સોર્સ : gstv

'ધૂરંધર' (૨૦૨૫) અને 'ધુરંધર: ધી રિવેન્જ' (૨૦૨૬) સાથે ઉપરાઉપરી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી ફિલ્મસર્જક આદિત્ય ધર આ ફ્રેન્ચાઈઝીને નવા જ ક્ષેત્રમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. બે ફિલ્મોએ વૈશ્વિક સ્તરે રૂ. ત્રણ હજાર કરોડનો અભૂતપૂર્વ આંકડો વટાવી લીધા પછી ધર આ ફ્રેન્ચાઈઝીના સર્જનની પ્રક્રિયા દર્શાવતી બિહાઇન્ડ-ધ-સીન્સ ડોક્યુમેન્ટરી પર કામ કરી રહ્યા છે, જેને તેઓ થિયેટરમાં રિલીઝ કરશે! 

App Store

ડિજિટલ મંચો પર પ્રમોશનલ ક્લિપ્સ અથવા બોનસ તરીકે રજૂ કરતા પરંપરાગત બિહાઈન્ડ-ધી-સીન્સ (બીટીએસ)થી વિપરીત આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કક્ષાની ફીચર ફિલ્મ સમાન જ રહેશે. તેમાં અલાયદા બીટીએસ ફૂટેજ, વિસ્તૃત મુલાકાતો અને સેટ પર ન જોયેલી પળો એકત્રિત કરીને દર્શકોને 'ધુરંધર' સિરીઝ કેવી રીતે બનાવવામાં આવી તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ ફિલ્મને કારણે સર્જકો ફિલ્મમેકિંગની પ્રક્રિયા પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ રાખે છે તે સ્પષ્ટ થશે. આદિત્ય તેને માત્ર એક વધારાના કોન્ટેન્ટ તરીકે નહિ, પણ એક સ્વતંત્ર અને રસપ્રદ સિનેમેટીક અનુભવ તરીકે જોઈ રહ્યા છે. ફ્રેન્ચાઈઝી પ્રત્યે ચાહકોના અભૂતપૂર્વ ઉત્સાહે આ નિર્ણયને પ્રેરિત કર્યો છે. સર્જકો આવી ભવ્ય ફિલ્મના સર્જનમાં ઊંડા ઉતરવા ઈચ્છતા દર્શકોની તીવ્ર જિજ્ઞાાસાનો લાભ લેવા માગે છે. 

આ પ્રોજેક્ટને રસપ્રદ બનાવનારી બાબત છે ટીમ દ્વારા જાળવવામાં આવેલી વ્યૂહાત્મક ગોપનીયતા. રણવીર સિંહ, માધવમ, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો  ઉપરાંત આદિત્ય સ્વયં બન્ને ફિલ્મોને પ્રચંડ સફળતા મળી તે પછી પણ મીડિયા સાથે વાત કરતા નથી.  આ એક ઇરાદાપૂર્વક ભરાયેલું પગલું છે. ફિલ્મો વિશે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતો અને મંતવ્યો બીટીએસ ફીચર માટે અનામત રાખવામાં આવ્યા છે. આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે કન્ટેન્ટ તાજગીભર્યો અને વિશિષ્ટ રહે કે જેથી દર્શકોને ફરી થિયેટર સુધી ખેંચી લાવવામાં મદદ મળે. .

આદિત્યએ સોશિયલ મીડિયા પર એક તરફ ફિલ્મસર્જક સતત પોતાના કાસ્ટ અને ક્ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી છે, પણ વીડિયો ક્લિપ્સના સ્થાને માત્ર તસવીરો શેર કરી છે. આવી ચીવટપૂર્વકની યોજનાથી બહુવિધ મંચો પર સમય પહેલા કોન્ટેન્ટ વિતરીત કરવાને બદલે એક સુસંગત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃતિ બનાવવાનો સર્જકોનો ઇરાદો ઉજાગર થાય છે.

આ બીટીએસ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં થિયેટરોમાં રજૂ થશે, પછી તે આખરે ઓટીટી મંચો પર ઉપલબ્ધ કરાશે. આ હાઇબ્રિડ રજૂઆત વ્યૂહરચનાથી પ્રોજેક્ટ સિનેમા જોનારા તેમજ ડિજિટલ બંને પ્રકારના દર્શકો સુધી પહોંચે તેની ખાતરી કરાશે જેથી તેનો પ્રભાવ અને ઉપલબ્ધતા વધી શકે.

આ પહેલ જો સફળ થશે તો ભારતીય સિનેમામાં પ્રમોશનલ વૃત્તાંતની નવી વ્યાખ્યા બનશે. તેનાથી કોન્ટેન્ટ અને માર્કેટિંગ વચ્ચેની ભેદરેખા સહેજ ભૂંસાઈ જશે તેમજ પરંપરાગત રીતે પૂરક સામગ્રી મનાતી બાબતને એક સ્વતંત્ર વૃત્તાંત તરીકે ટ્રીટ કરવામાં આવશે. અન્ય ફિલ્મસર્જકો માટે પણ આ એક ઉદાહરણરૂપ સ્થાપિત થશે.

આમ, 'ધુરંધર' ફ્રેન્ચાઈઝી માત્ર વાર્તા કહેવાની બાબતમાં જ નહિ, પણ દર્શકો સાથે જોડાણ સાધવાની પદ્ધતિ પણ વિસ્તારી રહી છે. આ અનોખું પગલું ફિલ્મ ઉદ્યોગમાં નવો ટ્રેન્ડ પેદા કરશે? એ તો આ બિહાઇન્ડ-ધ-સીન્સ ફિલ્મને સફળતા મળે તેના પરથી નક્કી થશે.