Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Saiee Manjrekar will go back in time

Chitralok : સમયના ચક્રમાં પાછળ જશે સાઈ માંજરેકર: આધુનિક યુગના પાત્રો ભજવ્યા બાદ હવે રાજવી ઠાઠ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં દેખાશે અભિનેત્રી

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સમયના ચક્રમાં પાછળ જશે સાઈ માંજરેકર: આધુનિક યુગના પાત્રો ભજવ્યા બાદ હવે રાજવી ઠાઠ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં દેખાશે અભિનેત્રી
સોર્સ : gstv

સાંઈ માંજરેકર માટે સિનેમા ક્યારે અપરિચિત ક્ષેત્ર નહોતું, પણ એક એવી જગ્યા હતી જેમાં તે ઉછરી હતી, તેમાં જ રહીને ક્રમશઃ પોતાની ઓળખ ઊભી કરી હતી. મરાઠી ફિલ્મ 'કાકસ્પર્શ'માં બાળ કલાકાર તરીકે સફર શરૂ કરીને સાઈએ ફિલ્મ સર્જન અને અભિનય વિશે વહેલી જાણકારી મેળવી. 

App Store

વરૂણ તેજ સામે 'ઘાની' સાથે તેલુગુ સિનેમામાં તેના પદાર્પણે ભાષાકીય સરહદો પાર કરવાની તેમની ઈચ્છાશક્તિ દર્શાવી છે. તેના પછી ફિલ્મ 'મેજર'માં અદિવી સેશના પાત્રની પ્રેમિકાના રોલમાં તે નજરે આવી.  

સ્વતંત્રતા પૂર્વેના ભારતની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મમાં તેણે પફોર્મન્સની શૈલી ઉપરાંત માનસિક અભિગમ પણ બદલવો પડયો છે. સતીના પાત્રથી સાઈ એક એવી યુવા મહિલાની ભૂમિકા નિભાવે છે જે સ્પષ્ટવક્તા હોવા ઉપરાંત પોતાની માન્યતાઓમાં દ્રઢ છે, જે લક્ષણો ઐતિહાસીક સંદર્ભમાં પણ સુસંગત છે.  

'ધી ઈન્ડિયા હાઉસ'માં કામ કરવામાં સૌથી પડકારજનક પાસુ હતું અનુશાસન સાથે સાહજિકતાનું સંતુલન કરવું. હિન્દી ફિલ્મોમાં પોતાના સંવાદોમાં સુધારા કરવા માટે પ્રસિદ્ધ સાઈને અહેસાસ થયો કે આવી સાહજિકતાને ઐતિહાસીક પૃષ્ઠભૂમિની ફિલ્મોમાં મર્યાદત કરવી પડે છે. હિન્દી અને તેલુગુમાં શૂટ થઈ રહેલી ફિલ્મમાં જટિલતાનું વધુ એક સ્તર ઉમેરાયું. તેલુગુમાં તેને પટકથાને ચુસ્તપણે વળગી રહેવાનું હતું જ્યારે હિન્દીમાં તેને સુધારણા કરવાની તક મળી, જે આદત તેણે સભાનપણે નિયંત્રિત રાખી હતી. સાઈને અહેસાસ થયો કે  આધુનિક સુધારા પ્રાચીન સમયકાળની મૌલિકતાને વિક્ષેપિત કરી શકે. સમય જતા સાઈએ પાત્ર તેમજ ઐતિહાસિક સંદર્ભને પ્રમાણિક રહેવાનું શીખી લીધું છે અને આખરે એવી લય હાંસલ કરી જે સફળ નિવડી.

અભિયન કળા ઉપરાંત, સાઈએ જાહેર નજરોમાં રહેવાના દબાણનો અનુભવ પણ કર્યો છે. પોતાની સફર વિશે ચિંતન કરતા સાઈ કબૂલ કરે છે કે એક સમય એવો પણ હતો, ખાસ કરીને કોવિડ મહામારી પછીના વર્ષોમાં તેણે લોકોની નજરોમાં રહેવાની જરૂરનો અહેસાસ થયો હતો. અનિશ્ચિતતા અને વ્યાવસાયિક અવકાશની લાગણી સાથેના એ તબક્કામાં સતત દ્રશ્ય રહેવાનું તેમજ માન્યતા હાંસલ કરવાનું ચોક્કસ દબાણ રહેતું. જોકે હવે આ અભિગમ પણ બદલાયો છે. આજે સાઈ પોતાના અંગત જીવન અને વ્યાવસાયિક કાર્ય વચ્ચે સ્પષ્ટ સીમારેખા જાળવવાનું વધુ પસંદ કરે છે. 

સાઈને જાણ છે કે પ્રસિદ્ધિ સાથે  ટીકા પણ આવે છે. એક જાહેર હસ્તી તરીકે તે સમજે છે કે આલોચના, પછી તે કાર્ય બાબતે હોય, દેખાવ બાબતે હોય કે કોઈ પસંદગી બાબતે હોય, તે અનિવાર્ય છે. તેનો વિરોધ કરવાની બદલે, તેણે તેનાથી કેટલું પ્રભાવિત થવું તે શીખી લીધું છે. આ સંતુલિત અભિગમમાં એક વ્યક્તિ તરીકે તેમજ ફિલ્મ ઉદ્યોગની જટિલતાઓમાંથી પસાર થતી એક કલાકાર બંને રીતે તેની પરિપકવતાનું પ્રતિબિંબ પડે છે.

બહુભાષીય પ્રોજેક્ટો સાથેના અનુભવે તેના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. 'મેજર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હોવાથી તે દ્વિભાષીય ફિલ્મોને એક પડકાર તરીકે નહિ પણ એક લાભ તરીકે જુએ છે. બહુવિધ ભાષામાં પોતાના સંવાદો યાદ કરવાથી તેને વિવિધ શૂટમાં ભાવનાત્મક બારીકાઈ સરળતાપૂર્વક દર્શાવવાની તક મળે છે. કોઈ એક ભાષામાં કોઈ ચોક્કસ સૂર અથવા અભિવ્યક્તિ યોગ્ય હોય તો તેને અન્ય ભાષામાં પણ ઉપયોગમાં લઈ શકાય, જેનાથી પરફોર્મન્સમાં સાતત્યતા જળવાઈ રહે છે. 

કેમેરાથી દૂર સાઈને ઘોડેસવારીમાં આનંદ મળે છે, જે ધગશ તેણે તેના બાળપણથી  પાળી છે. માથેરાનના પારિવારીક પ્રવાસો દરમ્યાન મળેલા અનુભવોએ તેના પર અમિટ છાપ છોડી. ઔપચારીક તાલીમ ન લીધી હોવા છતાં સાઈ આ આ શોખને વળગી રહી છે અને તેને  પોતાના વ્યવસાયની વ્યસ્તતામાંથી એક અંગત છૂટકારાના માધ્યમ તરીકે પણ જુએ છે.  

- 'દ્વિભાષીય ફિલ્મોને હું પડકાર તરીકે નહિ, પણ એક લાભ તરીકે જોઉં છું. બહુવિધ ભાષામાં સંવાદો 

યાદ કરવાથી લાગણીઓની સૂક્ષ્મતાઓને સરળતાપૂર્વક દર્શાવવાની તક મળે છે.'