મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- લુખ્ખા તત્વોનો પોલીસને પડકાર, હાથમાં ઘાતક હથિયારો રાખીને રૌફ જમાવ્યાની પોસ્ટ વાયરલ

સુરતમાં દેશભરની વસતી વસવાટ કરે છે. ત્યારે પરપ્રાંતિયો પોતાનો વટ પાડવા માટે ઘાતક હથિયારો લઈને ફરતાં હોવાનું ઘણી

સુરતમાં દેશભરની વસતી વસવાટ કરે છે. ત્યારે પરપ્રાંતિયો પોતાનો વટ પાડવા માટે ઘાતક હથિયારો લઈને ફરતાં હોવાનું ઘણીવાર સામે આવતું હોય છે. ત્યારે રોજગારી માટે આવતાં લોકોની સાથે અસામાજિક તત્ત્વો પણ આવી જતાં હોય છે. ત્યારે એક લુખ્ખાએ પોતાનો રૌફ પેદા કરવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવ્યો હતો. ઘાતક હથિયારો સાથેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ ઉઠાવ્યા સવાલ

લુખ્ખા તત્વો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તે રીતે ઘાતક હથિયાર સાથે રાખી યુવકે વીડિયો બનાવ્યો છે. સાગર માનસિક નામના ઇસમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો કહી રહ્યાં છે કે, પોલીસનું કાયદાનું શાસન છે કે, સાગર માનસિક જેવા ટપોરીઓનું..

લખાણ સાથેનો વીડિયો સામે આવ્યો

સાગર માનસિક બોલતે બીચ બજાર મેં સામાન ખોલતે આના મત જોશ મેં હા મેરી જાન આજા હોશ મેં..સીધા સુરત સે..આ લખાણ સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે અગાઉ પણ પોલીસે આવા લુખ્ખા તત્વોની સાન ઠેકાણે લાવી દીધી હતી. ત્યારે સાગર માનસિકની માનસિક સ્થિતિ કેટલી ઝડપથી સુધરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો