મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદની હાઈટેક પોલીસે ડ્રોનની મદદથી ઝડપ્યું ગાંજાનું વાવેતર

દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપ

દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા છે. જેનું વજન 169 કિલો 100 ગ્રામ થાય છે. કુલ 16 લાખ 91 હજારનો મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું.

ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. 

12 નવેમ્બરે જાનીવડલાની ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું

અગાઉ 12 નવેમ્બરે ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જપ્ત કર્યો છે. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં ગોવિંદભાઈ રોજાસરા દ્વારા કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી.

આ સમાચાર શેર કરો