મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'100 દુખોની એક જ દવા...આત્મનિર્ભર ભારત', ભાવનગરમાં PM મોદીનો દેશને મેસેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ આત્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ આત્મનિર્ભર પર મુક્યો હતો અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.

'આત્મનિર્ભર ભારત'- 100 દુઃખોની એક દવા

ગુજરાતીમાં એક કહેવત છે, '100 દુઃખની એક દવા', અને મારા મતે, આ 100 દુઃખોની એક જ દવા છે - 'આત્મનિર્ભર ભારત'. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.

'હું તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, '17 સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.'

'આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે': PM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.'

આ સમાચાર શેર કરો