મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતીઓ Reel બનાવતા પહેલા Policegiriનો Video જોઈ લેજો, 4 યુવકોની સારી એવી સરભરા કરાઈ

સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો જીવના જોખમે પણ રીલ્સ બનાવતા હોય છે. ત્યારે જાહેર મિલકતો પર ચડીન

સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો જીવના જોખમે પણ રીલ્સ બનાવતા હોય છે. ત્યારે જાહેર મિલકતો પર ચડીને રીલ્સ માટે વીડિયો બનાવતા 4 યુવકો કેમેરામાં કેદ થયા હતાં. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.ચારેય યુવકોને ઝડપી લઈને પોલીસે કાયદાના પાઠ ભણાવતા સરખા ચાલી નહોતા શકતા.

આ પણ વાંચોઃ સુરતના કીમમાં બેંકના લોકર રૂમની દિવાલ તોડી ત્રાટ્યા તસ્કરો, કટર મશીનથી પતરાં કાપી કરોડોની ચોરી

ચાલી શકવા સક્ષમ નહોતા યુવકો

સુરતના સચિન વિસ્તારમાં આવેલા રેલવે ઓવર બ્રિજ પર 4 યુવકો ચડી ગયા હતાં. આ યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂકતા હોય તે રીતે રેલિંગ પકડીને સ્ટંટ કર્યા હતાં. આ સ્ટંટબાજ યુવકો કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય યુવકોને ઝડપી લીધા હતાં. બાદમાં પોલીસે યુવકોની પોલીસ સ્ટેશનમાં સારી એવી સરભરા કરી હોય તેવા હાલ યુવકોના જોવા મળ્યાં હતાં.

કાન પકડી માગી માફી

પોલીસે યુવકોને પકડી લઈને કાયદાના પાઠ ભણાવ્યા હતાં. જેથી કાન પકડીને સચિન જીઆઈડીસી પોલીસ સામે યુવકો માફી માગી હતી. સાથે જ યુવાનોને અને આવા જોખમી રીલ્સ બનાવનારાને મેસેજ આપતાં કહ્યું કે, અમારા જેવી ભૂલ ન કરશો. સાથે જ કાયદો તૂટે અને લોકોના જીવ જોખમમાં મૂકાય તે પ્રકારના વીડિયો બનાવશો નહી.

આ સમાચાર શેર કરો