VIDEO: સુત્રાપાડામાં વરસાદને કારણે લોકોને હાલાકી: ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
ગીર સોમનાથ જિલ્લમાં મધરાતે ધોધમાર વરસાદ શરુ થયો. વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો
ગીર સોમનાથ જિલ્લમાં મધરાતે ધોધમાર વરસાદ શરુ થયો. વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકોની ઘરવખરીને પણ નુકશાન થયું. આવરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી
ગીગ સોમનાથમાં વરસાદ પડતા સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે કોળીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસા ગયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં તેમની ઘરવખરીને પણ ભારે નુકશાન થયું છે. આ અચાનક જ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં સામાન્ય જનજીવન ખોરવાયું છે અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
સુત્રાપાડાના ગામોમાં ભારે વરસાદ
સુત્રાપાડાના પ્રશ્નાવડા સહિતના અન્ય ગામોમાં પણ વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદે તારાજી સર્જી છે. પ્રશ્નાવડાના કોળીવાડા વિસ્તારમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. 30 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં હાલાકી સર્જાઈ છે.












