મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોલા સિવિલમાં દર્દીઓની અવદશા, સ્ટાફની અછતે કારણે પરિજનો દર્દીના સ્ટ્રેચર ખેંચવા મજબૂર

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફન

તસવીર: gstv

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ જોવા મળ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  દર્દીના સ્ટ્રેચર ખેંચવા માટે સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે..જેના કારણે દર્દીઓ અને દર્દીના પરિવારજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

એક્સ રે, એમઆરઆઈ માટે આવતા સ્ટ્રેચર પર રહેલા દર્દીઓનું સ્ટ્રેચર પરિવારજનો જ ખેંચીને લઈ જતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે..એટલું જ નહી વ્હીલ ચેરમાં દર્દીઓને લઈ જવા માટે પણ કોઈ સ્ટાફ જોવા મળ્યો ન હતો..

દર્દીઓના પરિવારજનો એક હાથમાં દર્દીને લગાવેલો બોટલ અને બીજા હાથે સ્ટ્રેચર 

કેમેરામાં દર્દીઓના પરિવારજનો એક હાથમાં દર્દીને લગાવેલો બોટલ અને બીજા હાથે સ્ટ્રેચર ખેંચીને લઈ જતા જોવા મળ્યા છે..દર્દીઓના પરિવારજનોએ સ્વીકાર્યું કે, સ્ટ્રેચર પર દર્દીને લઈ જવા માટે કોઈ સ્ટાફ આપવામાં આવતો નથી.

આ સમાચાર શેર કરો