મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત સિવિલની વ્હિલચેર માંદી પડી છે! વીડિયો જોઈને તમને પણ આવશે દયા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. એક વિવાદ શમે ત્યાં બીજો વિવ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. એક વિવાદ શમે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે. ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હિલચેર પર જતાં જોવા મળ્યાં હતાં. દર્દીના સંબંધી એવા મહિલા વ્હિલચેર ખેંચીને લઈ જતાં જોવા મળતાં સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.

દર્દીઓ પરેશાન

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે દર્દીઓ કહી રહ્યાં છે કે, લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું. વગર ટાયર ટ્યુબની વ્હિલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે. અનેકવાર દર્દીઓ વ્હિલ ચેયર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવ બની ચૂક્યા છે.

લોકો રસ્તા પર ત્રસ્ત

નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યાં છે કે, તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર ત્રસ્ત થતાં જોવા મળી રહી છે. ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ અને આ પ્રકારની લાપરવાહી દાખવનાર સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. 

આ સમાચાર શેર કરો