મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વૃદ્ધને શિંગડામાં ભેરવી 10 ફૂટ હવામાં ફંગોળ્યા, ભુજમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત

ભુજમાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળ્યો છે. તેવામાં માધા

ભુજમાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળ્યો છે. તેવામાં માધાપરમા રખડતાં ઢોરે એક વૃદ્ધને શિંગડમાં ભેરવી હવામાં ફંગોળતા ગંભીર રીતે ઘવાયા હતા.

ભુજના માધાપરમાં રસ્તા પર જતાં વૃદ્ધને ઢોરે શિંગડામાં ભેરવી રોડ પર પટક્યા હતા. જેમાં વૃદ્ધ લગભગ 10 ફૂટ જેટલા હવામાં ઉછળ્યાં હતા. જમીન પર પટકાતાં વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમણે બચવાવા જતાં લોકો પર પણ વૃદ્ધે હુમલો કર્યો હતો. વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

આ ઘટના બાદ પંચાયતે હાલ આ આખલાને ઝડપી પાડ્યો છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે અવાર-નવારબ રખડતાં ઢોર શેરીઓ સુધી આવીને આતંક મચાવે છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆત કર્યા છતાં તેમના તરફથી કોઈ પગલું નથી ઉઠાવવામાં આવ્યું. જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું તેમ લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો