મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PMJAYમાં મોટી હોસ્પિટલોને પણ મંજૂરી લેવી પડે અને આમને તો...ખ્યાતિકાંડ મામલે શું બોલ્યા નીતિન પટેલ

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે બે દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબા

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે બે દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલે દર્દીઓના પરિવારજનોને પૂછ્યા વગર જ એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મુકી દીધા હતા જેને કારણે દર્દીના મોત થયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઘટનાની જાણ થતા જ હૉસ્પિટલ દોડી આવ્યા હતા.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હોસ્પિટલ

બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબદેહી ન મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવી હતી.

કડી તાલુકાના બોરીસણા ગામમાં બે દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ દર્દીઓને તપાસ કરી હતી અને દર્દીઓને મા યોજનાનું કાર્ડ, આધાર કાર્ડ તૈયાર રાખવાનું કહ્યું હતું. ડૉક્ટરોએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલમાંથી બસ મોકલવામાં આવશે અને તે બસમાં 19-20 દર્દીઓને લાવવામાં આવ્યા હતા. 

નીતિન પટેલે સવાલ ઉઠાવતા કહ્યું કે, યુએન મહેતા જેવી હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની મંજૂરી લેવી પડે અને આમને તો તરત જ મંજૂરી મળી ગઇ હતી.તમને યાદ હશે PMJAY માટે કેટલા ફોન કરવા પડે છે. મોટું ઓપરેશન હોય તો મંજૂરી મળવામાં સમય લાગતો હોય છે.

શું હતો સમગ્ર બનાવ?

મહેસાણાના કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. 

આ પણ વાંચો: VIDEO: ખતરનાક ખ્યાતિકાંડઃ 'મારા ફાધર બાઈક પર બેસતા પણ ડરે છે, ઓપરેશન કરાવવા કન્વિન્સ થાય જ નહીં'

આરોગ્ય મંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ X પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, 'અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને  સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.'

આ સમાચાર શેર કરો