મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'ઠગ ઓફ સુરત' નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોટો સાથેના બેનર લાગ્યા, જૂતાનો પડ્યો માર

સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ્દ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિત

સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ્દ કરાવનાર નિલેશ કુંભાણીને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ભૂગર્ભમાં છે. તેમ છતાં તેની સામેનો રોષ ઠરવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનર લાગ્યા છે. જેમાં ઠગ ઓફ સુરત લખાયું છે. સાથે જ કુંભાણીના ફોટો પર કોંગી કાર્યકરોએ જૂતા માર્યા હતાં.

અલગ અલગ વિસ્તારમાં બેનર

નિલેશ કુંભાણીને લઈ કોંગ્રેસના કાર્યકર્તામાં વિરોધ યથાવત રહ્યો છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા છે. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા છે. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલા ના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત હોવાનું લખાયું છે.

ડમી સામે પણ રોષ

નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક જ વાર વીડિયો મારફતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગત રોજ અચાનક દેખા દીધી બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ વળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ડમી ઉમેદવાર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો