મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભવનાથના મહંત હરિગીરી સામે ભુતનાથના મહંતે નવો ધડાકો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

જૂનાગઢમાં સાધુઓના ચાલતા વિવાદમાં એક બાદ એક નવા ઘટસ્પોટ થઈ રહ્યા છે, ભવનાથના મહંત

જૂનાગઢમાં સાધુઓના ચાલતા વિવાદમાં એક બાદ એક નવા ઘટસ્પોટ થઈ રહ્યા છે, ભવનાથના મહંત હરિગીરી સામે ભુતનાથના મંહતે નવો ધડાકો કર્યો છે કે અંબાજી મંદિરના મહંત પાસેથી ભવનાથના મહંત હરિગીરીએ ભવનાથ મંદિર ટ્રસ્ટના બદલે પોતાની માલિકીના 71 લાખ જેવી અધધ રકમ દઈ પ્લોટ ખરીદી લેતા સવાલો ઉઠાવ્યા છે.

2023માં અંબાજી ટ્રસ્ટ પાસેથી મંજૂરી લીધી

ભવનાથ મંદિરની દિવાલને અડીને જ આવેલા બે પ્લોટ વર્ષ 2023માં અંબાજી ટ્રસ્ટ પાસેથી ચેરેટી કમિશનરની મંજૂરી લઈ મહંત કે જેઓનું તાજેતરમાં જ નિધન થયું છે તે તનસુખગીરી પાસેથી ભવનાથના મંહત હરીગીરીએ 71 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આ અંગે મહેશગીરીએ આક્ષેપ કર્યો છે કે આ બંને પ્લોટ તનસુખગીરીને દબાવીને ખરીદવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મહેસાણામાં મોટો કાંડ : એક મહિના બાદ લગ્ન છે તે પુરુષને જાણ કર્યા વગર નસબંધી કરી નાખી

હરીગીરીએ પોતાના વ્યક્તિગત માલિકીના પ્લોટ ખરીદી 71 લાખ રૂપિયા રકમ ચૂકવી

ભવનાથ મંદિર કે અખાડાને બદલે હરીગીરીએ પોતાના વ્યક્તિગત માલિકીના પ્લોટ ખરીદી 71 લાખ રૂપિયા રકમ ચૂકવી છે. આ બંને પ્લોટ પર બ્રહ્મલીન મહંતે ધર્મશાળા બનાવવા માટેનું કામ શરૂ કર્યું ત્યારે તેને દબાવી આ પ્લોટ પડાવી લેવામાં આવ્યા હોવાનો મહેશગીરીએ આક્ષેપ કર્યો છે

આ સમાચાર શેર કરો