Video: વલસાડમાં નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં, વાહનચાલકો ત્રાહિમામ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી વલસાડ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર વાપીથી વલસાડ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલમાં રસ્તા પર પડેલા ખાડાઓને કારણે વાહન વ્યવહારને અસર પડી રહી છે. અમદાવાદ અને મુંબઈ તરફ જતા બંને માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ટ્રાન્સપોટર્સનાં વાહનોને થઈ રહેલું નુકશાન
રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ડ્રાઈવરો ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા છે. NHAI દ્વારા રસ્તાની યોગ્ય જાળવણી ન થવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રાન્સપોટર્સને બિસ્માર માર્ગને કારણે તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે.
50 કિલોમીટરનું અંતર કાપવા માટે થાય છે ત્રણ કલાક
મહારાષ્ટ્રની બોર્ડર ભીલાડથી લઈને વલસાડ જિલ્લાની બોર્ડર સુધી 50 કિલોમીટરના અંતર કાપવા માટે અઢીથી ત્રણ કલાક જેટલો સમય વેડફાઈ જાય છે. વાહનચાલકોએ અને સ્થાનિકો દ્વારા અનેક વખત ટોલ પ્લાઝા પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈપણ કામગીરી કરી નથી.










