મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Morbi: કોંગ્રેસનો પોલખોલ કાર્યક્રમ, તૂટેલા પુલના સમારકામ મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર 

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોલખોલ કાર્યક્રમનું આયોજન કરવામા

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે  પોલખોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  લીલાપર રોડ પર એક વર્ષથી તૂટેલા પુલના સમારકામના મુદ્દે પોલખોલ કાર્યક્રમ યોજીને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. સાથે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો સાથે મળીને સરકારની ઢીલી નીતિઓની ઝાટકણી કાઢી. લીલાપર, અદેપર અને રફાળેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હજારો વાહનોની અવરજવરને કારણે આ પુલનું સમારકામ અત્યંત જરૂરી બન્યું છે, પરંતુ એક વર્ષથી કોઈ કામગીરી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લીલાપર રોડ મોરબી જિલ્લાના મુખ્ય માર્ગોમાંનો એક છે, જે લીલાપર, અદેપર અને રફાળેશ્વર જીઆઈડીસી જેવા વિસ્તારોને જોડે છે. આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે, જેમાં ઔદ્યોગિક એકમો, ટ્રક, બસો અને ખાનગી વાહનોનો સમાવેશ થાય છે. આ પુલની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને જોખમનો સામનો કરવો પડે છે.

આ સમાચાર શેર કરો