મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરારીબાપુએ Bhavnagarના પરિવારને સાંત્વના પાઠવી, મૃતાત્મા માટે રામધૂન બોલાવી

જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આંતકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે. એમાં બે ભાવનગરના પિતાપુત્રનું

જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આંતકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે. એમાં બે ભાવનગરના પિતાપુત્રનું પણ મોત થયું હતું. જમ્મુ કાશ્મીરમાં મોરારી બાપુની કથા ચાલી રહી હતી. આ કથાનો લાભ લેવા ભાવનગરના પિતા પુત્ર પણ પહોંચ્યા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બાપુએ કથા અટકાવી દીધી છે. આજે ભાવનગરના પરિવારના પિતા પુત્રના મૃતદેહ ભાવનગર આવતાં મોરારી બાપુ પણ તે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. 

ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. ત્યારે આ પરિવારને સાંત્વના પાઠવવા મોરારી બાપુ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. મોરારીબાપુએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઇ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મોરારીબાપુએ મૃતકોના આત્માને શાંતિ માટે રામધૂન કરી પ્રાર્થના કરી હતી. બાપુએ સમગ્ર ઘટના અંગે પણ પરિવાર પાસે જાણકારી મેળવી કહ્યું કે પરિવાર સાથે અમે ઉભા છીએ. કંઈપણ જરૂર હોય તો મને જણાવજો. આ ઘટનામાં પ્રત્યેક દર્શી સાર્થક સાથે બાપુએ વાતચીત કરી અને કહ્યું કે પરિવારનું ધ્યાન રાખજે અને હિંમત આપજે. 

ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. ત્યારે આજે (24મી એપ્રિલ) મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળતાં સમગ્ર શહેરના લોકો હિબકે ચઢ્યાં હતા અને માહોલ ગમગીન બની ગયો હતો. 
 
યતીશભાઈનો જન્મદિવસ 18 એપ્રિલે જ હતો 

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યતીશભાઈ પરમાર વિશે ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે હજુ તો અમુક જ દિવસ પહેલા એટલે કે 18 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો અને જમ્મુ-કાશ્મીરમાં જ તેમણે પત્ની, પુત્ર, સાસુ-સસરા અને અન્ય પરિજનો સાથે મળીને ઉજવણી કરી હતી. ત્યાં જન્મદિવસના ત્રીજા દિવસે જ મૃત્યુને ભેટતાં પરિજનોમાં આઘાત પ્રસરી ગયો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા 

પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની ગુરુવારે (24મી અપ્રિલ) અંતિમ યાત્રા નીકળી હતી. મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા.  કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજરી આપી હતી અને  મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
 
ઉલ્લેખનીય છે  કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. 

આ સમાચાર શેર કરો