મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar News: VIDEO/ ઠંડાપીણાની બોટલમાં નીકળ્યો કરોળિયો! માલિકના કહેવા છતાં ફુડ વિભાગે ફરિયાદ ન નોંધી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમે ઠંડાપીણા પીવાના શોખીન હોય તો ચેતી જજો. અવારનવાર ખાદ્ય સામગ્રીમાંથી જીવજંતુ નીકળવાના સમાચાર

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમે ઠંડાપીણા પીવાના શોખીન હોય તો ચેતી જજો. અવારનવાર ખાદ્ય સામગ્રીમાંથી જીવજંતુ નીકળવાના સમાચાર સામે આવતા હોય છે એવામાં ભાવનગરમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ભાવનગર શહેરની એક દુકાનના કોલ્ડ ડ્રાઇન્ક્સમાં કરોળિયો નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

ફૂડ વિભાગે આ બાબતે ફરિયાદ ન લીધી!

ભાવનગર શહેરના કંબીવાડ વિસ્તારમાં પાન માવાની દુકાન ધરાવતા જગદીશભાઈની ઠંડાપીણાની બોટલમાં કરોળિયો નીકળ્યો હતો. જગદીશભાઈએ તેમની દુકાન માટે કોલ્ડ ડ્રિંક્સની બોટલો મંગાવી હતી જેમાંથી એક બોટલમાં કરોળિયો નીકળ્યો હતો. જડદીશભાઈ દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ફૂડ વિભાગે ફરિયાદ ન લીધી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

આ સમાચાર શેર કરો